પાલનપુર ના નવા બસપોર્ટમાં પોલીસ ચોકી શરૂ કરાઈ
પાલનપુર ના નવા બસપોર્ટમાં પોલીસ ચોકી શરૂ કરાઈ
પાલનપુરમાં આવેલા નવા બસ સ્ટેન્ડમાં સોમવારે પોલીસ ચોકી શરૂ કરવામાં આવી હતી જ્યાં એએસઆઈ હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ સહિત પાંચ થી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે બસ પોર્ટમાં ચોકી શરૂ કરવામાં આવતા મુસાફરોની સુરક્ષામાં વધારો થશે
પાલનપુર નવા બસપોર્ટમાં મુસાફરોના મોબાઈલની ચોરી સહિતની ઘટનાઓ ની ફરિયાદ વધવા પામી હતી જ્યાં મુસાફરોને સુરક્ષા જળવાઈ રહે તે માટે સોમવારે નવી પોલીસ ચોકી શરૂ કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા શ્રી રાજ મકવાણા ના હસ્તે ચોકી ખુલ્લી મૂકવામાં આવી હતી
આ અંગે એએસપી જે જે ગામીત જણાવ્યું હતું કે ચોકીમાં એએસઆઈ હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ સહિત પાંચથી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે મુસાફરોની સુરક્ષામાં વધારો થશે આ પ્રસંગે દિનેશભાઈ અનાવાડીયા પાલનપુર ડેપો મેનેજર આર એમ મેવાડા રણજીતસિંહ રાજુભાઈ દેસાઈ રાજુભાઈ રાઠોડ જાનીભાઈ ટી.સી માણસિયા ભાઈ કુરેશીભાઇ સહિત બસ સ્પોર્ટનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો