અવકાશમાં જીવનની શક્યતા ઉપર ઉત્તર ગુજરાતની પ્રથમ ઇવેન્ટ યોજાય

અવકાશમાં જીવનની શક્યતા ઉપર ઉત્તર ગુજરાતની પ્રથમ ઇવેન્ટ યોજાય

વૈજ્ઞાનિક સાથે વિદ્યાર્થીઓએ પ્રશ્નોના જવાબો મળ્યા


પાલનપુરમાં આવેલી સિલ્વર બેલ્સ શાળા દ્વારા અવકાશમાં જીવનની શક્યતાઓ ઉપર ઉત્તર ગુજરાતની પ્રથમ ઇવેન્ટ નું રવિવારના રોજ એક હોટલમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વૈજ્ઞાનિક પુષ્કર ગણેશભાઈ સાથે વિદ્યાર્થીઓએ વાર્તાલાપ કરી પ્રશ્નોના જવાબ મેળવ્યા હતા

પાલનપુરમાં આવેલ સિલ્વર બેલ્સ શાળા માનસરોવર રોડ દ્વારા અવકાશમાં જીવનની શક્યતાઓ ઉપર ઉત્તર ગુજરાતની પ્રથમ ઇવેન્ટનું રવિવારના રોજ એક હોટલમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૈજ્ઞાનિક પુષ્કર ગણેશ વૈધ અને ભારતીય એસ્ટ્રોબાયોલોજી રિસર્ચ ફાઉન્ડેશનના વડાને આ કાર્યક્રમનું સંચાલન કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો પુષ્કર વૈદે બ્રહ્માંડમાં જીવનની ઉત્પત્તિ ઉત્ક્રાંતિ અને વિતરણ વિશે પ્રેઝન્ટેશન આપ્યું હતું બ્લેક હોલ બીગ બેંક એલિયન્સ ડાર્ક મેટર અને એનર્જી જેવા વિષયો પણ આવરી લેવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પુષ્કર વેદ સાથે બ્રહ્માંડમાં જીવનની ઉત્પત્તિ ઉપરાંત થી જેવા વિષય પર વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી કરી તેમના પ્રશ્નોના જવાબો મેળવ્યા હતા.આ કાર્યક્રમ સિલ્વર બેલ્સના ટ્રસ્ટી જગદીશભાઈ પટેલ ના નેતૃત્વમાં યોજાયો હતો જેમાં વિવિધ શાળાઓ વિદ્યામંદિર સ્કૂલ એમએમ મહેતા સ્કૂલ ઉપાસના સ્કૂલ ઇકરા સ્કૂલ સિલ્વર બેલ્સ જગાણા રોડ સ્કૂલ જેવી પાલનપુર શહેરની શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!