પાલનપુર મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે કોમન સર્વિસ સેન્ટર શરૂ કરાયું

પાલનપુર મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે કોમન સર્વિસ સેન્ટર શરૂ કરાયું

નાગરિકોને એક જ છત નીચે વિવિધ સેવાઓ પૂરી પાડવા માટે ૬ તાલુકા જન સેવા કેન્દ્રોમાં કુલ- ૩ નવી સેવાઓ અને કોમન સર્વિસ સેન્ટર (CSC) ની અન્ય વિવિધ સેવાઓ શરૂ

(માહિતી બ્યુરો, પાલનપુર)
પાલનપુર મામલતદાર કચેરીની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જનસેવા કેન્દ્ર અંતર્ગત નાગરિકોને અલગ અલગ પ્રકારની સેવાઓ સરળતાથી અને ઝડપથી એક જ સ્થળે મળી રહે તે માટે મામલતદાર કચેરી પાલનપુરના જનસેવા કેન્દ્ર ખાતે એક કોમન સર્વિસ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. જનસેવાના ભાગરૂપે નાગરિકોને એક જ છત નીચે વિસ્તૃત સેવાઓ પૂરી પાડવા માટે ૬ તાલુકા જન સેવા કેન્દ્રોમાં કુલ- ૩ નવી સેવાઓ અને કોમન સર્વિસ સેન્ટર (CSC) ની અન્ય વિવિધ સેવાઓ શરૂ કરવામાં આવી છે.
આ સેવાઓમાં (૧) એટીવીટી અરજીઓ અને ઇ-ધરા અરજીઓ માટે પ્રતિ એફિડેવિટ રૂ.૧૦૦/-ના દરે જરૂરી એફિડેવિટ ટાઇપ કરી આપવાની સુવિધા (૨) વાસ્તવિક દરે ઇ-સ્ટેમ્પિંગ સુવિધા (૩) અરજદારોની માંગણી મુજબ પ્રમાણપત્રોની વધારાની અસલ નકલો પ્રત્યેક નકલ માટે રૂ.૧૦/-ની વધારાની ચુકવણી મુજબની સુવિધા (૪) દરેક પ્રમાણપત્ર માટે રૂ.૧૫/-ની ચુકવણી પર પ્રમાણપત્રો માટે લેમિનેશન સુવિધાનો સમાવેશ થાય છે.
આ સામાન્ય સેવા કેન્દ્ર (CSC) હેઠળની સેવાઓ, જેવી કે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના(PMSYM), પ્રધાનમંત્રી ઇ-શ્રમ યોજના, પીએમ કિસાન સમ્માન નિધિ (PM KISHAN SAMMAN NIDHI), જીવન પ્રમાણ સર્ટિફીકેટ, ઉધમ સર્વિસ, બાંધકામ શ્રમિક યોજના (E-NIRMAN), પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધી (PM SVANidhi), નેશનલ પેન્શન સિસ્ટમ(NPS), ગવર્મેન્ટ ઇ-માર્કેટપ્લેસ (GEM), ટેલી-લો (કાયદાકીય ટેલીફોનીક માર્ગદર્શન) (TELE LAW), ડીજી-પે (DIGIPAY), પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વિગેરે આ દરેક સેવા સ્વૈચ્છિક ધોરણે હશે અને તેની વસૂલાત ચાર્જની રસીદ અરજદારોને આપવામાં આવશે. આ સેવાઓનો લાભ લેવા પાલનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે. આ કોમન સર્વિસ સેન્ટર જિલ્લાના નાગરિકોને આર્થિક અને અનુકૂળ સેવાઓની જોગવાઇ તરફ લઈ જવામાં એક સારૂ પગલું સાબિત થશે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!