દાંતા ખાતે મહારાજાશ્રી રીધ્ધીરાજસિંહ પરમારની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો ‘મારી માટી – મારો દેશ’ કાર્યક્રમ યોજાયો
દાંતા ખાતે મહારાજાશ્રી રીધ્ધીરાજસિંહ પરમારની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો ‘મારી માટી – મારો દેશ’ કાર્યક્રમ યોજાયો
પંચ પ્રાણ પ્રતિજ્ઞા, વૃક્ષા રોપણ અને શહીદ વિરોના પરિવાજનોનું સન્માન સહિતના કાર્યક્રમોની ઉજવણી કરાઈ
(માહિતી બ્યુરો,પાલનપુર)
દાંતા તાલુકાનો તાલુકા કક્ષાનો ‘મારી માટી – મારો દેશ’ કાર્યક્રમ શ્રી સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે મહારાજાશ્રી રીધ્ધીરાજસિંહ પરમાર, દાંતા સ્ટેટ ની અધ્યક્ષતામાં દેશભક્તિના માહોલમાં યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શિલાફલકમનું અનાવરણ, શહિદ વિરોના પરિવારજનો નું સન્માન તેમજ વસુધા વન અંતર્ગત વૃક્ષા રોપણ જેવા વિવિધ કાર્યક્રમોની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. મહારાજાશ્રી રીધ્ધીરાજસિંહ પરમાર, દાંતા સ્ટેટ દ્વારા તિરંગો ફરકાવી ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. તેમજ મારી માટી મારો દેશ અંતર્ગત હાથમાં માટી લઈ ઉપસ્થિત સૌ દ્વારા પંચ પ્રાણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. તો વિવિધ શાળાકીય પરીક્ષાઓ અને રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંગઠન અગ્રણીઓ શ્રી નિલેશભાઈ બુંબડીયા, શ્રી લાતુભાઈ પારઘી, શ્રી માધુભાઈ ધ્રાંગી , શ્રી રવીન્દ્રભાઈ, શ્રી હરપાલસિંહ રાણા, સરકારી અધિકારીશ્રીઓ, આગેવાનશ્રીઓ સહિત શાળા પરિવાર અને વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.