આજ રોજ અમીરગઢ તાલુકા કક્ષાએ મેરી માટી મેરા દેશ કાર્યક્રમ ઉજવાયો
આજ રોજ અમીરગઢ તાલુકા કક્ષાએ મેરી માટી મેરા દેશ કાર્યક્રમ ઉજવાયો
આજ રોજ અમીરગઢ તાલુકા કક્ષાનો મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમ આનંદ ભેર ઉજવાયો.હતો એ પહેલાં 10 ઓગસ્ટ નાં રોજ અમીરગઢ તાલુકાના તમામ ગામો માં ગ્રામ્ય કક્ષાનો મેરી માટી મેરા દેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યાર બાદ આજ રોજ અમીરગઢ તાલુકા કક્ષાનો મેરી માટી મેરા દેશ કાર્યક્રમ ઉજવાયો આવ્યો હતો જેમાં અમીરગઢ તાલુકા વિકાસ અધિકારીશ્રી…જીગર ભાઈ…પટેલ હાજર રહીને કાર્યક્રમમાં સહભાગી થયા હતા. અમીરગઢ પદાધિકારીઓ, નાગરીકો, વડીલો, માતા, બહેનોએ આ કાર્યક્રમ સહભાગી થઈ દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીર જવાનોને શ્રધ્ધાંજલિ આપી હતી. પંચાયતોમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં શિલાલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ હાથમાં માટી લઇ પંચપ્રણ પ્રતિજ્ઞા લઈ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબધ્ધતાના શપથ લીધા હતા. ગામમાં સ્થાનિક કક્ષાએ 75 વૃક્ષોનું વાવેતર કરી ‘વસુધા વંદન થકી અમૃત વાટિકા’ તૈયાર કરવામાં આવી હતી. દેશની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર વીરોના પરિવારનું સન્માન કરીને વીરોને વંદન કરી શ્રધ્ધાંજલિ અપાઇ હતી.
ભીખાલાલ પ્રજાપતિ