ઈકબાલગઢ 108 ની ટીમે કટોકટી ના સમય માં ઘરે જ પ્રસૂતિ કરાવી
ઈકબાલગઢ 108 ની ટીમે કટોકટી ના સમય માં ઘરે જ પ્રસૂતિ કરાવી
અમીરગઢ તાલુકા ના ચેખલા ગામમાં મંગળવાર ની સવારે 03:08 વાગ્યા ના આસપાસ ઈકબાલગઢ ૧૦૮ ને કોલ માં મળતી માહિતી મુજબ ચેખલા ગામે રહેતાં કમુબેન આગરિયા ને પ્રુસુતી ની પીડા ઉપડતા જ તેમના પતિ જયંતિભાઈ એ વિલંબ કર્યા વગર ૧૦૮ ને કોલ કર્યો હતો.આ કોલ EMRI GREEN HEALTH SERVICES ઈકબાલગઢ ૧૦૮ ની ટીમ ને મળતા ત્યાં ના કર્મચારીઓ ઈ.એમ.ટી ગંગારામભાઈ અને પાઈલોટ અરવિંદભાઈ તાત્કાલીક ઘટના સ્થળ પર પહોંચ્યા હતાં. દર્દી ને તપાસતા પ્રસુતિ ની પીડા ગંભીર માલુમ પડતા દર્દી ના ઘરે જ ડિલિવરી કરાવી પડે તેમ હોવાથી એક ક્ષણ ની પણ વિલંબ કર્યા વગર ઈ.એમ.ટી ગંગારામભાઈ એ હેડ ઓફિસ સ્થગિત ડૉ.શ્રી ને દર્દી ની સંપૂર્ણ માહિતી આપી ને તેમની સલાહ મુજબ અને પાઈલોટ અરવિંદભાઈ ની મદદ વડે ૧૦૮ માં ઉપલબ્ધ ડીલીવરી ના સાધનો તથા દવાઓ વડે જ દર્દી ના ઘરે જ નોર્મલ ડિલિવરી સફળતા પુર્વક કરાવી બાળક નો જન્મ થયો હતો તથા વધુ સારવાર અર્થે માતા અને બાળક ને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધનપુરા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બાળક નો જન્મ થતા પરિવાર માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો અને ૧૦૮ ની ટીમ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
ભીખાલાલ પ્રજાપતિ