કડીની B.Ed કોલેજોમાં ગુજરાતી જોડણી સજ્જતા વિષય પર વર્કશોપ યોજાયો
કડીની B.Ed કોલેજોમાં ગુજરાતી જોડણી સજ્જતા વિષય પર વર્કશોપ યોજાયો
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત, કડી તેમજ સર્વ વિશ્વવિદ્યાલય ગાંધીનગર સંલગ્ન એસ.વી. કોલેજ ઓફ એજ્યુકેશન અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન કડીમાં તા. 17-08-2023 ના રોજ પ્રિ. ડૉ ભાવિક એમ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ તાલીમાર્થીઓમાં ગુજરાતી ભાષા- વ્યાકરણ સજ્જતાના વિકાસ માટે ગુજરતી જોડણી સજ્જતા વિષય પર વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં તજજ્ઞ તરીકે શ્રી જેઠાભાઈ સાહેબ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને વ્યાકરણ સંબંધિત ઉંડાણ પૂર્વકનું જ્ઞાન તથા સમજ આપવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશનના HOD ડૉ જગદીશ એસ પટેલ કર્યું હતું.
ભીખાલાલ પ્રજાપતિ