વિદ્યાધામ- ભાગળ(પીં)શાળા સંકુલમાં 77 માં સ્વાતંત્ર પર્વની શાનદાર ઉજવણી કરાઈ.
વિદ્યાધામ- ભાગળ(પીં)શાળા સંકુલમાં 77 માં સ્વાતંત્ર પર્વની શાનદાર ઉજવણી કરાઈ.
વિદ્યાધામ -ભાગળ(પીં)શાળા સંકુલમાં 77 માં સ્વાતંત્રતા દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ રાષ્ટ્રીય પર્વ પર મુખ્ય મહેમાન તરીકે પધારેલ પાલનપુર તાલુકા ભાજપના પ્રમુખ શ્રી પાળજા મોતીભાઈ.એમ. ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે પીપળી(ભા) સરપંચ શ્રી કેતનભાઇ પટેલ( મહામંત્રી બનાસકાંઠા જિલ્લા સરપંચ એસોસિએશન) ભાગળ(પીં)ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તથા સભ્યશ્રીઓ, ડેરીના ચેરમેનશ્રીઓ,સ્વયમ વાલી મંડળના પ્રમુખશ્રી અને સભ્યશ્રીઓ,ગ્રામજનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ અવસરે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા અને સ્વયમ વાલી મંડળના સૌજન્યથી શાળાકીય વિવિધ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓ,એસ.એસ.સી અને એચ.એસ.સી પરીક્ષામાં તેજસ્વી વિદ્યાર્થીઓ અને પ્રિય બાળ બાળકોને પ્રોત્સાહક ઇનામો રૂપે શિલ્ડ અને મેડલના દાતાશ્રી ભાગળ(પીં )સરપંચ શ્રી અનિલભાઈ પટેલ દ્વારા એનાયત કરવામાં આવ્યા. એસ.એસ.સી એચ.એસ.સી પરીક્ષામાં તેજસ્વી બાળકોના વાલીઓ દ્વારા શાળાને સીલીંગ પંખા ભેટમાં આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગામનો લોકફાળો આશરે શાળાને 20000/- રૂપિયા મળેલ છે. મુખ્ય મહેમાન શ્રી પાળજા મોતીભાઈ સાહેબે તેમના વક્તવ્યમાં નળાસર થી ભાગળ(પીં)અને પીંપળી(ભા) થી ભાગળ(પીં )વચ્ચેના પાકા ડામરના રોડ બનાવવાના અને શાળામાં બાસ્કેટબોલનું મેદાન બનાવવા માટેની હૈયાધારણા આપી હતી. શાળાના આચાર્યશ્રી કિરીટ.જે.પટેલે આજુબાજુના ગામોમાંથી પધારેલ દરેક લોકોને રાષ્ટ્રીય પર્વની શુભકામના પાઠવી હતી અને ખૂબ જ પ્રેરક દેશભક્તિ અને આઝાદીની ગાથા વિશે વક્તવ્ય આપ્યું હતું