સીડબી (SIDBI) તેમજ દેવ ફાઉન્ડેશન દ્વારા પાલનપુરમાં બહેનોને પગભર કરવા માટે પાલનપુરમાં હસ્તકલા વેચાણ કેન્દ્રમાં ૬૦ સ્ટોલ લગાવ્યા.
બહેનોને પગભર કરવા માટે પાલનપુરમાં હસ્તકલા વેચાણ કેન્દ્રમાં ૬૦ સ્ટોલ લગાવ્યા.
જાગૃત જાગૃતિએ ફરી બહેનો માટે જાગૃતિ ફેલાવી
60 જરૂરિયાત મંદ મહિલાઓએ સાથે મળી અને પાલનપુરમાં હસ્તકલા વેચાણ કેન્દ્રમાં સ્ટોલ લગાવ્યા છે.મહિલાઓ એ જાતે બનાવેલી વસ્તુઓ હોલસેલ ભાવે વેચાણ કરી આત્મ નિર્ભર બની આર્થિક સધ્ધરતા સાથે સ્વમાન સાથે જીવન પસાર કરે તે હેતુ થી સીડબી (SIDBI) તેમજ દેવ ફાઉન્ડેશન દ્વારા એક અનોખો પ્રયાસ કરાયો હતો..
સીડબી (SIDBI) તેમજ દેવ ફાઉન્ડેશન દ્વારા પાલનપુર માં એક ત્રી દિવસીય સ્ટોલ લગવાવમાં આવ્યો છે. આ સંસ્થાઓ દ્વારા 60 મહિલાઓને અલગ અલગ વસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. રાજ્ય નો સાંસ્કૃતિક કલા વારસો અને વિલુપ્ત થતી આર્ટ નાં કારીગરો ને આજીવિકા મલી રહે તે માટે કારીગરો દ્વારા બનાવેલ રાખડી તોરણ કોકોનેટ જૂટવર્ક બાંધણી બ્લોક પ્રિન્ટિંગ ગાલીચા સહિત અન્ય ચીજ વસ્તુઓ જાતે બનાવીને આ મહિલાઓએ પાલનપુરના હસ્તકલા વેચાણ કેન્દ્રમાં સ્ટોલ લગાવ્યા હતા મહિલાઓ આત્મવિર નિર્ભર બને અને સ્વરોજગાર મળે એ હેતુથી વાત્સલ્ય સેવા સંસ્થાએ આ મહિલાઓને તાલીમ આપી હતી. અને તાલીમ બાદ તેમની વસ્તુઓ આસાનીથી વેચાઈ શકે હોલસેલ ભાવે લોકોને મળી શકે અને ઘરેલુ વસ્તુઓનું ઉપયોગ થાય તે હેતુથી અને આ મહિલાઓ આત્મ નિર્ભર બની સ્વમાનભેર જીવન જીવી શકે તેવા ઉદ્દેશ સાથે આ એક પ્રયાસ કરાયો હતો..ત્રિદિવસીય આ સ્ટોલ માં અનેક લોકો એ પોતાની જરૂરિયાત ચીજ વસ્તુઓ ની ખરીદી પણ કરી હતી.ત્યારે આ આત્મ નિર્ભર પહેલ ને સૌ કોઈએ બિરદાવી હતી.
બનાસકાંઠા જિલ્લા માં અનેક ગામડાઓ માં હસ્કલા થકી વ્યવસાય કરી જીવન પસાર કરી રહેલા કારીગરો ને એક પ્લેટફોર્મ મળે તેમજ હસ્તકલા જે વર્ષો થી એક વારસો રહ્યો છે તે જાળવી શકાય તે માટે નાં આ આયોજન ને હસ્ક્લા નાં કારીગરો એ વખાણ્યો હતો અને આજના આધુનિક ઓનલાઇન યુગમાં લોકો આ સ્ટોલ સુધી પહોંચી અને ચીજ વસ્તુઓ ખરીદી તેનાથી કારીગરો માં પણ આનંદ જોવા મળ્યો હતો..