પાલનપુરના હરીપુરાના ભંગાર રોડના કારણે મહિલાઓએ રોડ પર ઉતરી આક્રોશ ઠાલવ્યો.
રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા કોર્પોરેટરો અને સત્તાધીશો સામે રોષ.
પાલનપુરમાં હરીપુરા વિસ્તારમાં બિસ્માર રોડના કારણે સ્થાનિકો ને ખૂબહાલાકી પડી રહી છે. છેલ્લા ચાર મહિનાથી રોડ રસ્તા ભંગાર બન્યા છે. અનેક વખત પાલિકામાં રજૂઆત કરવા છતાં નિરાકરણના આવતા અંતે મહિલાઓની ધીરજ ખૂટી હતી. શનિવારે વિસ્તારની મહિલાઓ રોડ પર ઉતરી હતી અને પાલિકાના કોર્પોરેટર અને સત્તાધીશો સામે સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
હરીપુરા વિસ્તારમાં મહિલાઓએ રોડ રસ્તા મુદ્દે નગરપાલિકાના સત્તાધીશો સ્થાનિક લોકોની રજૂઆત ન સાંભળતા હોવાના આક્ષેપો સાથે શનિવારે સ્થાનિક મહિલાઓએ નગરપાલિકા હાય હાય ના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક મહિલા નીરૂબેન ને જણાવ્યું હતું કે છેલ્લા ચાર માસથી હરીપુરા વિસ્તારમાં તૂટી ગયેલા રોડ અને ખાડાઓના કારણે સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓ વેચવી પડી હતી. રોડ ઉપર ગર્ભવતી મહિલાઓ તેમજ વૃદ્ધો પડી જવાથી તેમને ઇજાઓ પણ પહોંચી હતી. છેલ્લા ચાર માસમાં અનેક વખત રજૂઆત કરવા છતાં રોડનું રીપેરીંગ કરવામાં અથવા નવો બનાવવા માં ન આવતા આખરે કંટાળી મહિલાઓ એકત્ર થઈ રોડ ઉપર ઉતરવા મજબૂર બની છે. સ્થાનિક હેતલબેન એ જણાવ્યું કે અમે આજે તો રોડ ઉપર જ ચક્કાજામ કરી રજૂઆત કરી છે. પરંતુ આગામી સમયમાં રોડનું સમારકામ નહીં કરવામાં આવે તો મહિલા ઉગ્ર આંદોલન કરશે તેવી જિંદગી પણ ઉચ્ચારી છે.