તત્કાલીન જિલ્લા આરોગ્ય અધિકારી અને રિઝનલ ડેપ્યુટી ડાયરેક્ટર મનીષ ફેન્સી સસ્પેન્ડ.
તત્કાલીન જિલ્લા આરોગ્ય અધિકારી અને રિઝનલ ડેપ્યુટી ડાયરેક્ટર મનીષ ફેન્સી સસ્પેન્ડ.
બનાસકાંઠામાં કરવામાં આવેલ ખરીદીના ભ્રષ્ટાચાર બાબતે પણ તપાસ હાથ ધરાય.
ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીના ઘરમાં દવાખાનું ચાલતું હોવાનું બાબત દબાવી દેવા એપિડેમિક મેડિકલ ઓફિસર અને આરોગ્ય વિભાગના નાયક નિયામક દ્વારા 10 લાખની માંગણી થી શરૂ કરી ત્રણ લાખમાં કરેલ પથાવત નો ઓડિયો વાયરલ થવાના મામલે શુક્રવારે રાજ્યપાલના હુકમથી આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડોક્ટર મનીષ ફેન્સી ને ફરજ મોફુક કરવામાં આવ્યા છે અને તેમને નાયબ નિયામક મોબાઇલ ટીમ (એચઓ સુરત) માં મોકલવામાં આવ્યા છે. તેમજ તેમની સામે બનાસકાંઠામાં ખરીદીના ભ્રષ્ટાચાર બાબતની તપાસ પણ તે જ કરવામાં આવી છે.
ભાવનગરના ઘોઘા તાલુકાના વાળુકડ ગામે રહેતા તત્કાલીન હેલ્થ સુપરવાઇઝર રફીક મંધરા પોતાના ઘરે હોસ્પિટલ નું કામ કરતા હોવાની જાણ થતા એપેડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર સુનિલ પટેલ અને આરોગ્ય વિભાગના રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર મનીષ ફેન્સી દ્વારા રેડ કરી થોડા સમયમાં નિવૃત્ત થતા આરોગ્ય કર્મચારીને કેસ રફેદફે કરવા માટે દસ લાખ રૂપિયા ની માંગણી કરી હતી. જો સોદાબાજી અંતે ત્રણ લાખમાં નક્કી થઈ હતા. ત્યારબાદ એસીબી નું છટકું પણ ગોઠવ્યું હતું પરંતુ નિષ્ફળ રહ્યું હતું. હોટલમાં થયેલી સોદાબાદી નો ઓડિયો વાયરલ થયો હતો જેમાં સ્પષ્ટ રીતે ડોક્ટર સુનિલ પટેલ દ્વારા માંગણી કરાઈ હતી અને ત્યારબાદ આવેલા ડોક્ટર ફેન્સી દ્વારા પણ આરોગ્ય કર્મચારી સામે પગલાં નહીં ભરવા નાણાની માંગણી કરી હતી. જેમાં ડીડીઓને કલેકટર બનવા 50 લાખ સરકારમાં આપવા પડે તેવું પણ ઓડિયોમાં સંભળાઈ રહ્યું છે. સમગ્ર પ્રકરણમાં પડદાફાશ થતા અંતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બંનેને આરોગ્ય વિભાગમાં પરત મોકલવા આવ્યા હતા. અને ભાવનગરમાંથી ફરજ મુક્ત કર્યા હતા. ત્યાર બાદ શુક્રવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉપસચિવ વી એમ પટેલ દ્વારા ડોક્ટર મનીષ ફેન્સી સાથે બ્લેકમેઇલ અને નાણાની માંગણી ની ગંભીર ફરિયાદના આક્ષેપોના અહેવાલ બાદ રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક તપાસ પડતર છે. ડોક્ટર ફેન્સીને સક્રિય સેવામાં ચાલુ રાખવા જાહેર હિતમાં ન હોવાથી તાત્કાલિક અસરથી નાયબ નિયામક ડોક્ટર મનીષ ફેન્સી ને ફરજ મોફુક કર્યા છે