સાયન્સ કોમર્સ કોલેજ પાલનપુરમાં ‘ઇન્ડિયા સ્પેસ ટેકનોલોજી એન્ડ ચંદ્રયાન-3’ ઉપર વ્યાખ્યાન યોજાયું.
સાયન્સ કોમર્સ કોલેજ પાલનપુરમાં ‘ઇન્ડિયા સ્પેસ ટેકનોલોજી એન્ડ ચંદ્રયાન-3’ ઉપર વ્યાખ્યાન યોજાયું.
બનાસકાંઠા ડીસ્ટી ઇક્ટ કેળવણી મંડળ સંચાલિત આર.આર.મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુરના ભૌતિકશાસ્ત્ર વિભાગ, એસ્ટ્રોનોમિકલ ક્લબ અને ગુજકોષ્ટ ગાંધીનગર પ્રેરિત લોકવિજ્ઞાન કેન્દ્ર, પાલનપુરના સંયુક્ત ઉપક્રમે તારીખ 12ઓગસ્ટ ના રોજ ડો. વિક્રમ સારાભાઈના જન્મ જયંતી નિમિત્તે, ઇન્ડિયા સ્પેસવીક અંતર્ગત ‘ઇન્ડિયા સ્પેસ ટેકનોલોજી એન્ડ ચંદ્રયાન-3’ પર ભૌતિકશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ શ્રી ડો. આર.જે. પાઠક સરના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ. જેમાં ડો. પાઠક સરે ભારતીય અંતરીક્ષ વિજ્ઞાનના ભૂતકાળથી શરૂ કરી વર્તમાન સુધીની ટેકનોલોજીના વિકાસ પર તેમજ તાજેતરમાં ચંદ્રયાન -3 ની સ્થિતિ પર પ્રકાશ પાડેલ. આ કાર્યક્રમમા ભૌતિકશાસ્ત્ર વિભાગના અધ્યાપકશ્રીઓ પ્રો. ડી. એસ.ખીલારે ,પ્રો. કે.પી. પટેલ તેમજ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પ્રો. પી.વી. મોઢ હાજર રહેલ. કોલેજના વિદ્યાર્થીઓ કર્ણાવત કોલેજ, આદર્શ કોલેજ, ડી.ડી.ચોકસી બી.એડ.કોલેજ અને લોકનિકેતન કેન્દ્ર, રતનપુરના વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો મળી કુલ 63 લાભાર્થીઓએ આ કાર્યક્રમ માં હાજરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસ્ટ્રોનોમિકલ ક્લબ ના સભ્યોએ કરેલું હતું અને માર્ગદર્શન પ્રિ. ડો. વાય.બી. ડબગર સર એ આપેલ હતું.
ભીખાલાલ પ્રજાપતિ