સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ પાલનપુર ખાતે B.Com/B.Sc. સેમ-1 ના વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.
સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ પાલનપુર ખાતે B.Com/B.Sc. સેમ-1 ના વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.
બનાસકાંઠા ડીસ્ટ્રીકટ કેળવણી મંડળ સંચાલિત આર.આર.મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર ખાતે આજ તારીખ 08-08-2023 ના રોજ B.Com. સેમ-1 અને B.Sc. સેમ-1 ના આ વર્ષ માં એડમીશન લીધેલ વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં 850 વિદ્યાર્થીઓ હાજર રહી કોલેજની વિવિધ માહિતી મેળવી હતી. જેમાં સાયન્સ અને કોમર્સના વિવિધ ડીપાર્ટમેન્ટ તથા વિવિધ અધ્યાપકોનો પરિચય આપવામાં આવ્યો.કોલેજના અભ્યાસોતર પ્રવૃતિઓ જેવી કે સ્પોર્ટ્સ, NSS, NCC, નેચર ક્લબ, ગ્રીન ઓડિટ, બડીંગ બાયોલોજીસ્ટ, વુમન એમ્પાવર સેલ,એસ્ટ્રોનોમી ક્લબ, યુથ ફેસ્ટીવલ કોલેજ માં યોજાતા વિવિધ સેમીનાર, વર્કશોપ વગરેની વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી. આ બધી જ માહિતી જે તે વિભાગીય અધ્યક્ષ અધ્યાપક્શ્રીઓએ રસપ્રદ રીતે પુરી પાડવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઇ હતી. કોલેજ ના પ્રિન્સીપાલ ડૉ.યોગેશ બી.ડબગરે સ્વાગત પ્રવચન કર્યું તથા કોલેજ ની આંશિક ઝલક પુરી પાડી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને મુખ્ય વક્તા તરીકે સરદાર કૃષિ યુનીવર્સીટી દાંતીવાડાના વાઈસ ચાન્સેલર ડૉ.આર.એમ.ચૌહાણ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમણે વિદ્યાર્થીઓને રોજગારી,સ્ટાર્ટઅપ,ઉદ્યોગ સાહસિકતા વગેરે મુદ્દાઓ ઉપર સચોટ ઉદાહરણ આપી વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમ સફળ આયોજન અને વ્યવસ્થા પ્રા.આર.ડી.વરસાત,ડૉ.એસ.આઈ.ગટીયાલા અને પ્રો.વિજય પરમારે કરી હતી.
ભીખાલાલ પ્રજાપતિ