બનાસકાંઠા જિલ્લાના દિવ્યાંગો માટે ધાનેરામાં સાધન સહાય કેમ્પ યોજાયો
બનાસકાંઠા જિલ્લાના દિવ્યાંગો માટે ધાનેરામાં સાધન સહાય કેમ્પ યોજાયો
એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંસ્થા દ્વારા ભારત સરકારના સામજિક ન્યાય અને અધિકારીતા વિભાગની એડીપ યોજના અંતર્ગત દિવ્યાંગોને સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો.
સંસ્થાના સ્વયંસેવકો દ્વારા સોશિયલ મીડિયા અને સેવાભાવી સંગઠનો સાથે રાખીને આ યોજનાનો બહોળો પ્રચાર પ્રસાર કર્યો અને 16 જુલાઈ, 2023 ના રોજ ધાનેરા ખાતે નિદાન કેમ્પ યોજાયો. જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકો, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને ડોક્ટરો દ્વારા એસેસમેન્ટ કરવામાં આવ્યું અને તે પછી એજ્યુફન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા તા 07/08/2023 ના રોજ ધાનેરા ખાતે ઓસવાલ વાડીમાં આજે ADIP યોજના અંતર્ગત સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વિતરણ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી ચરણસિંહ ગોહિલ (નાયબ કલેકટર શ્રી ધાનેરા), મનીષભાઈ જોષી (જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી- બનાસકાંઠા) હીરાભાઈ શાહ (ટ્રસ્ટી શ્રી ઓસવાલ ભુવન), હરજીવનભાઈ પટેલ (પૂર્વ મંત્રી , ગુજરાત રાજ્ય) તેમજ ધાનેરાના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ. ટી. પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્યાંગ લોકોને સાધનો આપવામાં આવ્યા હતા જેમાં વ્હીલચેર, ટ્રાયસાઇકલ, અસ્થી વિષયક ખામી વાળાને હાથ, પગ, કેલીપર્સ, ક્રચેસ કાનનું મશીન વગેરે સાધનો આપવામાં આવ્યા. એજ્યુફન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા દૂરથી આવેલ દિવ્યાંગ લોકો માટે ઘર સુધી સાધનો પહોંચાડવાની જવાબદારી પણ લીધી હતી. આ દિવ્યાંગ લોકોને સાધન સહાય કેમ્પમાં 100 જેટલા લોકોએ લાભ લીધો હતો.
ભીખાલાલ પ્રજાપતિ