“મારી માટી, મારો દેશ” કાર્યક્રમ અંતર્ગત સાંસદશ્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ

“મારી માટી, મારો દેશ” કાર્યક્રમ અંતર્ગત સાંસદશ્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ

સૌના સાથ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી “મારી માટી, મારો દેશ” કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવા અનુરોધ કરતા સાંસદશ્રી પરબતભાઇ પટેલ

“મારી માટી, મારો દેશ” કાર્યક્રમની રૂપરેખા અંગે અધિકારીઓને પ્રેઝેન્ટેશનના માધ્યમથી જાણકારી અપાઈ

કાર્યક્રમના સુચારુ આયોજન અંગે વિવિધ સૂચનાઓ અને માર્ગદર્શન પુરું પાડતા જિલ્લા કલેકટરશ્રી વરુણ કુમાર બરનવાલ
(માહિતી બ્યુરો,પાલનપુર)
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત “મારી માટી, મારો દેશ” કાર્યક્રમના આયોજન બાબતે 5 ઓગષ્ટના રોજ બનાસકાંઠા સાંસદશ્રી પરબતભાઇ પટેલની અધ્યક્ષતામાં જનપ્રતિનિધીશ્રીઓ, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ સાથે પાલનપુર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
જેમાં સાંસદશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે, માતૃભૂમિની સ્વતંત્રતા અને ગૌરવ માટે શહિદ થયેલા વીરોને નમન કરીને શ્રદ્ધાંજલિ આપવા, માતૃભૂમિને વંદન કરવા માટે દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી, મારો દેશ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઓગસ્ટ મહિનામાં પંચાયત કક્ષાએથી માંડીને દેશની રાજધાની દિલ્હી સુધી વિવિધ કાર્યક્રમોનું લોકભાગીદારી સાથે આયોજન કરીને વીર શહીદોને યાદ કરવામાં આવશે. 09 ઓગસ્ટથી વિવિધ કાર્યક્રમો થકી માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા લોકોને પ્રેરિત કરવામાં આવશે.
સાંસદશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા પાંચ પ્રણની પ્રતિજ્ઞા લેવી, માટી અને દીવા સાથે સેલ્ફી લેવી જેવી પ્રવૃતિઓના માધ્યમથી નાગરિકોને આ અભિયાનમાં જોડવામાં આવશે. સ્થાનિક કક્ષાએ 75 જેટલા વૃક્ષો વાવીને અમૃત વાટિકાનું નિર્માણ કરાશે. આ ઉપરાંત, દેશની વિવિધ સંરક્ષણ પાંખમાં ફરજ બજાવતા શહીદ થયેલા જવાનોને વંદન કરીને તેમના પરિવારનું સન્માન કરવામાં આવશે. રાષ્ટ્રધ્વજને સલામી અર્પીને સામૂહિક રાષ્ટ્રગાન માટે લોકોને આહ્વાન કરવામાં આવશે.
સાંસદશ્રીએ વધુમાં જણાવ્યું કે, સમગ્ર દેશને માતૃભૂમિના એક તાંતણે જોડી રાખવા કરવામાં આવેલ આયોજનમાં રાજ્યકક્ષાએ અને બનાસકાંઠા જિલ્લામાં પણ “મારી માટી, મારો દેશ” કાર્યક્રમ સૌના સાથ ,સૌના પ્રયાસ અને સૌના વિશ્વાસથી સફળતાપૂર્વક યોજાય એ માટે અનુરોધ કર્યો હતો.
બેઠક અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલ દ્વારા “મારી માટી, મારો દેશ” કાર્યક્રમની રૂપરેખા અંગે અધિકારીઓને પ્રેઝેન્ટેશનના માધ્યમથી જાણકારી આપવામાં આવી હતી. તેમજ મહત્તમ જનભાગીદારી સાથે સુચારું રીતે “મારી માટી, મારો દેશ” કાર્યક્રમનું આયોજન થાય તે અંગે વિવિધ સૂચનાઓ અને માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં ગામે ગામ “મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજવામાં આવશે. વીર શહીદોને યાદને કરીને ગામડાઓમાં શિલાફલકમ્ એટલે કે સ્મારક બનાવવામાં આવશે. શહેરથી માંડીને ગામડાઓ સુધી લોકો “મારી માટી, મારો દેશ” કેમ્પેઈનમાં જોડાઈને દેશને સ્વંતત્રતા અપાવનારા વીરોને યાદ કરે, શહીદોને યાદ કરે એવું આયોજન કરવામાં આવ્યું છે.
બેઠકમાં રાજ્યસભા સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડિયા, ધારાસભ્યશ્રીઓ પ્રવિણભાઇ માળી, શ્રી અનિકેતભાઇ ઠાકર, શ્રી માવજીભાઇ દેસાઈ, શ્રી કેશાજી ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!