રાજ્યભરમાં આજે લાભપાંચમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી થશે

રાજ્યભરમાં આજે લાભપાંચમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી થશે

રાજ્યભરમાં આજે લાભપાંચમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી થશે. આ સાથે આજે દિવાળી પર્વનું સમાપન થશે.

રાજ્યભરમાં આજે લાભપાંચમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી થશે. આ સાથે આજે દિવાળી પર્વનું સમાપન થશે. આજનો દિવસ નવી શરૂઆત, સમૃદ્ધિ અને સફળતાની આવકારવાની તક લાવે છે.

આજનો દિવસ કોઈપણ નવા કાર્યની શરૂઆત માટે શુભ મનાય છે. આજના દિવસે ભગવાન શિવ, ગણેશ અને લક્મીશેની પૂજા કરાય છે. આજથી રાજ્યભરના બજારો, ધંધા, રોજગાર ફરીથી ધમધમતાં થશે.

જૈન સમુદાયમાં આજના દિવસને જ્ઞાન પંચમી તરીકે ઉજવાય છે. રાજ્યભરના જેનો સરસ્વતી માતાની આરાધના કરશે. બાળકો કાગળ, કલમ મૂકી જ્ઞાનની પૂજા કરશે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!