ગેસ સિલિન્ડરની કિંમતમાં 62 રૂપિયાનો વધારો
ગેસ સિલિન્ડરની કિંમતમાં 62 રૂપિયાનો વધારો
દિલ્હીમાં 19 કિલોના કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત એક હજાર 740થી વધીને એક હજાર 802 રૂપિયા થઈ ગઈ છે.
મેટ્રો શહેરોમાં કૉમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 62 રૂપિયાનો વધારો આજથી લાગુ થઈ ગયો છે. તેલ વેચનારી કંપનીઓએ નવી કિંમતો અંગેની જાહેરાત કરી છે.
દિલ્હીમાં 19 કિલોના કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત એક હજાર 740થી વધીને એક હજાર 802 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે પાંચ કિલોના એફટીએલ સિલિન્ટરની કિંમતમાં 15 રૂપિયાનો વધારો થયો છે. તો 14 કિલો 200 ગ્રામ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર નથી કરાયો.
તેલ વેચનારી કંપનીઓએ સતત ચોથા મહિનામાં 19 કિલો કૉમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત વધારી છે.