વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટીસ જાહેર કરાઈ
૦૭- વાવ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૪
વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટીસ જાહેર કરાઈ
તારીખ ૧૮/૧૦/૨૦૨૪ના રોજ ચૂંટણી અધિકારી, ૦૭-વાવ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, સુઈગામ દ્વારા ૦૭-વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટીસ જાહેર કરાઈ છે.જે મુજબ
૧. વાવ વિધાનસભા મતદાર વિભાગમાં વિધાનસભાના સભ્યની ચૂંટણી યોજવાની છે.
૨. ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઈ એક વ્યક્તિ ચૂંટણી અધિકારી ૦૭-વાવ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, સુઈગામને પ્રાંત કચેરી, સુઈગામ ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર, સુઈગામને મામલતદાર કચેરી, સુઈગામ ખાતે મોડામાં મોડું તા.૨૫/૧૦/૨૦૨૪(શુક્રવાર) સુધીમાં કોઈપણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧ વાગ્યાથી બપોરના ૦૩ વાગ્યા સુધીમાં નામાંકન પત્રો પહોંચાડી શકશે.
૩. નામાંકન પત્રના ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળે અને સમય પર મળી શકશે
૪. નામાંકન પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી ૦૭-વાવ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, સુઈગામ પ્રાંત કચેરી, સુઈગામ ખાતે તા.૨૮મી ઓક્ટોબર ૨૦૨૪(સોમવાર) ના રોજ સવારના ૧૧:૦૦ વાગ્યે હાથ ધરવામાં આવશે
૫. ઉમેદવાર કે તેના નામની દરખાસ્ત મૂકનાર પૈકીની કોઈ એક વ્યક્તિ કે તેના ચૂંટણી એજન્ટ પૈકી જેઓને આ નોટિસ પહોંચતી કરવા ઉમેદવારે લિખિતરૂપે અધિકૃત કર્યા હોય તેવા તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટિસ ઉપરના ફકરા (૨) માં દર્શાવેલ અધિકારીઓમાંથી ગમે તે એક અધિકારીને તેમની કચેરીમાં તા.૩૦/૧૦/૨૦૨૪ (બુધવાર) ના રોજ બપોરના ૩ વાગ્યા પહેલાં પહોંચાડી શકશે
૬. ચૂંટણી લડાશે તો મતદાન તા. ૧૩/૧૧/૨૦૨૪ (બુધવાર) ના રોજ સવારના ૦૭:૦૦ કલાકથી સાંજના ૦૬:૦૦ કલાક વચ્ચે થશે તેમ ચૂંટણી અધિકારીશ્રી ૦૭- વાવ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીશ્રી,સૂઇગામ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.