સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતી કાલથી ભાદરવી પુનમનાં મેળાનો શુભારંભ થશે.
સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતી કાલથી ભાદરવી પુનમનાં મેળાનો શુભારંભ થશે.
સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતી કાલથી ભાદરવી પુનમનાં મેળાનો શુભારંભ થશે. જોકે મેળા નાં આગલા દિવસે જ યાત્રીકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. અને અંબાજી મંદિર પરીસર બોલ માડી અંબે જય જય અંબે ના નાદ થી ગુંજવા લાગ્યા છે. અમદાવાદ થી નિકળેલો વ્યાસવાડી નો સંઘ પણ આજે અંબાજી ખાતે પહોંચ્યો હતો અને મેળાનાં આગલા દિવસે પોતાની 52 ગજ ની ધજા માતાજીના મંદિરે ચઢાવીને ધન્યતા અનુભવી હતી.
સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતી કાલથી ભાદરવી પુનમ નાં મેળા નું શુભારંભ થનાર છે. ત્યારે અંબાજી માં આજ થી જાણે મેળો શરૂ થઈ ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આજે મેળા નાં આગલા દિવસે જ યાત્રીકો નો ભારે ઘસારો જોવા મળ્યો હતો પ્રથમ દિવસે જ યાત્રીકો નો ભારે ઘસારો અંબાજી શહેર માં જોવા મળ્યો હતો ને હજારો શ્રદ્ધાળુંઓ અંબાજી નાં દર્શનાર્થે પહોંચ્યાં હતા. મંદિર માં પણ ભક્તો ની ભારે ભીડ થતા દર્શનાર્થીઓ ની લાંબી કતારો જોવા મળી હતી અંબાજી મંદિર પરીસર બોલ માડી અંબે જય જય અંબે ના નાદ થી ગુંજવા લાગ્યા છે જ્યારે અમદાવાદ થી નિકળેલો વ્યાસવાડી નો સંઘ પણ આજે ભાદ્રસુદ આઠમ એ અંબાજી ખાતે પહોંચ્યો હતો ને મેળા નાં આગલા દિવસે પોતાની 52 ગજ ની ધજા માતાજી ને ચઢાવી જયઘોસ કર્યો હતો. ને ભાદરવી મેળા માં પુનમ નાં દિવસે ભીડ થી બચવાં ને બાળકો સહીત મહીલાઓ ને શાંતી થી દર્શન થઇ શકે તે માટે વહેલા સંઘ લાવી પહેલી ધજા ચઢાવાતી હોવાનું જણાવ્યુ હતુ. અને આ વખતે 30 વર્ષ પુર્ણ કર્યા છે