UAE સરકારે 1 સપ્ટેમ્બરથી વિઝા એમ્નેસ્ટી પ્રોગ્રામ શરૂ કર્યો
UAE સરકારે 1 સપ્ટેમ્બરથી વિઝા એમ્નેસ્ટી પ્રોગ્રામ શરૂ કર્યો
UAE સરકારે 1 સપ્ટેમ્બરથી વિઝા એમ્નેસ્ટી પ્રોગ્રામ શરૂ કર્યો છે, જે બે મહિના સુધી ચાલશે. ખાસ કરીને ભારતીય સમુદાયમાં આ કાર્યક્રમની ભારે ચર્ચા છે.
UAE સરકારે 1 સપ્ટેમ્બરથી વિઝા એમ્નેસ્ટી પ્રોગ્રામ શરૂ કર્યો છે, જે બે મહિના સુધી ચાલશે. ખાસ કરીને ભારતીય સમુદાયમાં આ કાર્યક્રમની ભારે ચર્ચા છે. આ કાર્યક્રમ દસ્તાવેજ વિના રહેતા લોકોને તેમની સ્થિતિને નિયમિત કરવાની અથવા ભારે દંડ કે કાનૂની પગલાંનો સામનો કર્યા વિના દેશ છોડવાની તક આપે છે.
અનેક લોકો માટે આ યોજના જીવનરેખા સમાન પુરવાર થઈ રહી છે કારણ કે તેમને ભયમાં જીવવાને બદલે નવું જીવન શરૂ કરવાની તક મળી રહી છે. દુબઈ સ્થિત ભારતનું વાણિજ્ય દૂતાવાસ અને અબુધાબીનું દૂતાવાસ UAEમાં વસતા ભારતીય નાગરિકોને આ અંગેની સુવિધા આપવામાં મોખરે છે. એમ્નેસ્ટી સેવાઓનો લાભ લેવા માંગતા 1,200 વ્યક્તિઓ દુબઈના કોન્સ્યુલેટ દ્વારા મદદ કરવામાં આવી છે, જેમાંથી લગભગ 350 નાગરિકોએ મુસાફરી દસ્તાવેજો જારી કર્યા છે.
દૂતાવાસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં ગુમ થયેલા પાસપોર્ટની નોંધણી, યુએઇ એક્ઝિટ પાસનો સમાવેશ થાય છે. આ સેવા માટે કોઈ ફી લેવામાં આવતી નથી. મફતમાં મુસાફરીની ટિકિટ માટેની વિનંતી પર પણ જે તે કેસનાં ધોરણે વિચારણા કરવામાં આવે છે.