વડગામ ખાતે રણછોડજી ટ્રસ્ટ દ્વારા ગ્રામસભા યોજાઈ.
વડગામ ખાતે રણછોડજી ટ્રસ્ટ દ્વારા ગ્રામસભા યોજાઈ.
રવિવારે વડગામ રણછોડજી મંદિર ટ્રસ્ટ મેનેજીંગ ટ્રસ્ટી RV.પટેલ ની અધ્યક્ષતા માં તથા દુધ મંડળી ચેરમેન માંઘજીભાઈ ગલબાભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંદર્ભ માં ગ્રામસભા યોજાઈ હતી
જેમાં સમસ્ત ચૌધરી સમાજ વડગામ દ્વારા રણછોડજી મંદિર ટ્રસ્ટ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં ભોજન પ્રસાદી માં અંદાજે રૂપિયા 15 લાખ તથા જનરલ સભા માં રવિવારે પુનઃ રૂપિયા 500,11,1,11 /- નું રોકડ દાન કુલ રૂપિયા 20,11,1,11 /- નું દાન અર્પણ કરવામાં આવતાં પ્રેરણાદાયી કાયૅ ને તમામ ગ્રામજનો એ આવકારી વડગામ ના સમસ્ત ચૌધરી સમાજ ને અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં સહયોગ આપનાર તમામ સમાજના દાતાઓ ગ્રામજનો નો આભાર માન્યો હતો. વિશેષ માં અંદાજે રૂપિયા ત્રણ થી ચાર લાખ રૂપિયા ના ખર્ચે શીવલીંગ મુર્તિ ભેટ આપનાર દાતા સ્વ.શ્રી હરીભાઈ ઉજમાભાઈ ખસોર પરિવાર હસ્તે હીરાબેન ઉજમાભાઈ ખસોર , પરથીભાઈ હરીભાઈ ખસોર નો ગ્રામસભા એ આભાર ઠરાવ પસાર કરી આવનાર સમયમાં દાતા પરિવાર નું વિશિષ્ટ સન્માન કરવા નું અધ્યક્ષસ્થાને થી નક્કી કરવામાં આવ્યું. મંદિર ટ્રસ્ટ ની ગ્રામસભામાં આવક જાવક ખર્ચ ને સવૉનુમતે બહાલી આપવામાં આવી હતી.બેઠક ના શુભારંભ માં ટ્રસ્ટી A.B.રાવલે સ્વાગત પ્રવચન કર્યું હતું. ટ્રસ્ટી પુવૅ.સરપંચ કાળુજી ડી.સોલંકી, KH. ઉપલાણા ચેલજીભાઈ ઉપલાણા તજમાલ સિંહ સોલંકી એ જનરલ સભા નું સફળ સંચાલન કર્યું હતું.