ભાદરવી પૂનમ મહામેળામાં વડગામ મામલતદાર શ્રી KP. સવઈ ને વિશેષ જવાબદારી સોંપવામાં આવી.
ભાદરવી પૂનમ મહામેળામાં વડગામ મામલતદાર શ્રી KP. સવઈ ને વિશેષ જવાબદારી સોંપવામાં આવી.
શક્તિપીઠ અંબાજી ખાતે તા. ૧૨ સપ્ટેમ્બર થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન યોજાઇ રહેલો ભાદરવી પૂનમનો મેળો અનેક રીતે યાદગાર અને અવિસ્મરણીય છે. મા અંબામાં અતૂટ આસ્થા અને શ્રદ્ધા ધરાવતા લગભગ ૪૦ લાખથી વધુ માઇભક્તો મેળા દરમિયાન મા ના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે યાત્રીકો માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે વડગામ મામલતદાર શ્રી KP. સવઈ ને હોટલ અને ગેસ્ટ હાઉસ તપાસણી, પ્રવાસી વ્યવસ્થાપન અને યાત્રાળુઓ આવાસ સમિતિના મોનીટરીંગ, સુપરવિઝન ની વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.