મહિલાઓ પર થતા અત્યાચાર ગંભીર ચિંતાનો વિષયઃ પ્રધાનમંત્રી
મહિલાઓ પર થતા અત્યાચાર ગંભીર ચિંતાનો વિષયઃ પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, મહિલાઓ પર થતા અત્યાચાર અને બાળકોની સલામતી સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે, દેશમાં મહિલાઓની સલામતી માટે ઘણા કડક કાયદા બનાવવામાં આવ્યા છે, પરંતુ તેને વધુ સક્રિય બનાવવાની જરૂર છે. શ્રી મોદીએ ઉંમેર્યું કે, મહિલાઓ પર થતા અત્યાચારના કેસમાં જેટલી ઝડપથી નિર્ણય લેવાશે તેટલી જ મહિલાઓને સલામતીની ખાતરી મળશે. પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે જિલ્લા ન્યાયતંત્રની બે દિવસની રાષ્ટ્રીય પરિષદના ઉદ્ઘાટન દરમિયાન આ મુજબ જણાવ્યું હતું.
શ્રી મોદીએ કહ્યું કે, સર્વોચ્ચ અદાલતના 75 વર્ષ લોકશાહીની માતા તરીકે ભારતનું ગૌરવ વધારે છે. શ્રી મોદીએ ઉંમેર્યું, સર્વોચ્ચ અદાલતે કટોકટીના કાળમાં બંધારણનું રક્ષણ કર્યું હતું. ભારતીય ન્યાય સંહિતા અંગે પ્રધાનમંત્રીએ કહ્યું, ‘સિટીઝન ફર્સ્ટ, ડિગ્નિટી ફર્સ્ટ અને જસ્ટિસ ફર્સ્ટ’ એ આ કાયદાઓની ભાવના છે –
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સર્વોચ્ચ અદાલતની સ્થાપનાના 75 વર્ષની યાદગીરી રૂપે ટપાલ ટિકિટ અને સિક્કાનું અનાવરણ કર્યું હતું.
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડે જણાવ્યું હતું કે, આ સંમેલન જિલ્લા ન્યાયતંત્ર અને અન્ય તમામ લોકો વચ્ચે સંવાદને સરળ બનાવશે, જેથી ન્યાયતંત્રના ન્યાયાધીશોની ચિંતાઓને સમજી શકાય અને ભારતીય કાયદાકીય વ્યવસ્થાના ભાવિ માટે સામૂહિક દ્રષ્ટિકોણ તૈયાર કરવામાં સક્ષમ બને.