સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે કમરના મણકાની સફળ સર્જરી કરી પીડા માંથી મૂકતી અપાવી.

સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે 32 વર્ષીય ભૂરારામ માજીરાણાને દૂરબીનની મદદથી કમરના મણકાની સફળ સર્જરી કરી પીડા માંથી મૂકતી અપાવી.

પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે કમરના દર્દીઓ માટે દર અઠવાડિએ સોમ તેમજ ગુરુવારે સ્પાઇન ક્લિનિક સારવાર ઉપલબ્ધ કરાવાઈ.

પાલનપુર…

કમરની ગાદી ખસી જવાથી 32 વર્ષીય ભૂરારામ બાડમેર જિલ્લાના વતની જેઓ છેલ્લા પાંચ વર્ષથી કમરના મણકાની ગંભીર બીમારીથી પીડિત હોઇ તેઓ પોતાની જાતે હલન ચલન કરી શકતા ના હોવાથી અનેક હોસ્પિટલોમાં સારવારમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી દુખનું નક્કર પરિણામ ના મળતા નાસીપાસ બનેલા પરિવારે પાલનપુર ખાતે રેહતા પોતાના સ્નેહીજનોના સહયોગ થકી પાલનપુર ખાતે આવેલી બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે ગત 5 ઓગસ્ટના રોજ ઇમરજન્સી ટ્રોમા સેન્ટર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે આવ્યા ત્યારે દર્દી પગેથી ચાલી શકતું ના જેના લીધે પગના ભાગે અસહ્ય દુખાવો થતો અને બેસવા જતાં કમરના ભાગે ખૂબ દુખાવો થતાં ટ્રોમા સેન્ટર ખાતે જરૂરી આપી આગળની સારવાર હાથ ધરવામાં હતી. જોકે પરિવારના જણાવ્યા અનુસાર પુત્રને છેલ્લા કેટલાય સમયથી આ બીમારીનો સામનો કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારે તાત્કાલિન દર્દીને ઓર્થોપેડિક વિભાગ ખાતે એકક્ષરે તેમજ એમ.આર.આઈ સહિતના જરૂરી રિપોર્ટ કરી દર્દીના દુખનું સચોટ કારણ જાણવા મળતા દર્દીને મણકાની ગાદી ખસી જવાથી ચાલવા તેમજ ઊભા રેહવા માટે ખૂબ મુશ્કેલી પડતી હતી જેના લીધે દર્દીને ઓપરેશન કરવાની ફરજ પડી હતી. જેમાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો, સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સ્પાઇન સર્જન ડો ,ધવલ પ્રજાપતિ તેમજ એનેસ્થેસિયા ડો, દીક્ષિત. ડો શ્વેતા સહિતની ડૉક્ટર ટીમ દ્વારા કમરના મણકાની ગાદી ખસી ગઈ હોવાથી દૂરબીનની મદદથી ભારે જેહમત બાદ ખસી ગયેલ ભાગને ઓપરેશનની મદદથી દૂર કરી કમરના મણકા ગાદીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશનના પાંચ કલાક બાદ દર્દીને ચાલતું કરી દેવામાં આવ્યું હતું. જોકે ઓપરેશનના બીજા દિવસે દર્દી પોતાની જાતેજ દૈનિક ક્રયાઓ જેમકે ચાલવું બેસવું ઊભા થવું જેવી પીડા માંથી મુક્તિ મળતા ઓપરેશનના બીજા દિવસે રજા આપવામાં આવતા દર્દીના પિતાએ સિવિલ હોસ્પિટલ તેમજ નર્સિગ સ્ટાફનો આભાર વ્યક્ત કરતાં પરિવારમાં ખુશી જોવા મળી હતી. આ પ્રકારના જટિલ ઓપરેશન દૂરબીન વડે જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે દર અઠવાડિયાના સોમવાર તેમજ ગુરુવારે વિના મૂલ્યે કરવામાં આવે છે.
અહેવાલ : ભીખાલાલ પ્રજાપતિ

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!