ઉપરવાસમાં વરસાદના પગલે ડેમમાં પાણીની આવક
ઉપરવાસમાં વરસાદના પગલે ડેમમાં પાણીની આવક
રાજ્યભરમાં આજે વરસી રહેલા ધોધમાર વરસાદને પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ સહિતના રાજ્યના વિવિધ ડેમોની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે.
રાજ્યભરમાં આજે વરસી રહેલા ધોધમાર વરસાદને પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ સહિતના રાજ્યના વિવિધ ડેમોની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 89 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમ લગભગ 89 ટકા જેટલો ભરાઇ ગયો છે. જ્યારે રાજ્યના 72 ડેમ હાઇએલર્ટ પર છે..
ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલી બે લાખ 47 હજાર 363 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પ્રકાશા ડેમમાંથી હાલ 1 લાખ 53 હજાર 832 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે… સત્તાવાળાઓએ તાપી નદી બે કાંઠે વહેતી થતા નદીના પટમાં રહેતા ગામોને સાવધ કર્યા છે.
ભરૂચના બલદેવા ડેમ તેમજ પિંગોટ ડેમ ૧૦૦ ટકા ભરાયા છે..
નર્મદા જીલ્લાનો કરજણ ડેમ 75 ટકાથી વધુ ભરાયો છે. ડેમમાંથી 80 હજાર 975 ક્યુસેક પાણી છોડાતા કરજણ નદી બે કાંઠે વહી રહી છે.
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે મહીસાગર જીલ્લાના 45 જળાશયો છલકાયા છે..
પંચમહાલ જિલ્લાના હડફ અને પાનમ ડેમ ૯૦ ટકા જેટલા ભરાતા કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે.