જલોતરાના વૃદ્ધનું અવસાન થતાં ચક્ષુદાન કરવામાં આવ્યું.
જલોતરાના વૃદ્ધનું અવસાન થતાં ચક્ષુદાન કરવામાં આવ્યું.
જલોતરા ગામના વતની ડોસજીભાઇ ભગાભાઇ ચંદ્રેઠિયાનું 68 વર્ષની વયે શનિવારે રાત્રે અવસાન થતાં પત્ની ગલબીબેન, પુત્રો જયેશભાઇ (સર્પમિત્ર), મહેશભાઈ, ચેતનભાઇ તથા પરિવારજનો દ્વારા ચક્ષુદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેથી વડગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જાણ કરાતા આરોગ્ય વિભાગની ટીમ મૃતકના ઘરે પહોંચી ડોક્ટર દ્વારા આંખો નીકાળવામાં આવી હતી. વડગામ તાલુકા રોહિત સમાજ દ્વારા એક જ મહિનામાં આ બીજુ ચક્ષુદાન છે.