બનાસકાંઠામાં ૧૪ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવશે
“ન્યાયની પહોંચ બનશે સરળ” જિલ્લામાં યોજાશે રાષ્ટ્રીય લોક અદાલત
બનાસકાંઠામાં ૧૪ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવશે
(માહિતી બ્યુરો,પાલનપુર)
૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ,નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુર તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ,પાલનપુરના ઉપક્રમે પાલનપુરની કોર્ટોમાં તથા બનાસકાંઠા જીલ્લાની તમામ કોર્ટોમાં સને-૨૦૨૪ની ત્રીજી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં સમાધાન લાયક ફોજદારી કેસો, નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટને લગતા કેસો, બેંકને લગતા દાવા, વાહન અકસ્માત વળતરને લગતા દાવા, લગ્ન જીવનની તકરારને લગતા કેસો, મજદુર તકરારને લગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસો, પાણી તેમજ વીજળીને લગતા કેસો, મહેસુલી દાવા, દીવાની તકરારના દાવા સમાધાન માટે મુકી શકાય છે.
જે કોઈપણ પક્ષકાર ભાઈ-બહેનો તેમના સમાધાન પાત્ર કેસ સમાધાન માટે મૂકવા માંગતા હોય તેઓએ જાતે અથવા તેમના એડવોકેટ મારફતે તેમના કેસોની વિગત સહિત હેડ કલાર્ક, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ન્યાય સંકુલના ભોંયરામાં, જોરાવર પેલેસ, પાલનપુર ટેલિફોન નંબર – ૦૨૭૪૨ ૨૬૧૪૯૫ ના સરનામે સંપર્ક કરવો તથા તાલુકાના કોર્ટના કેસો માટે જે તે તાલુકા કોર્ટની તાલુકા કાનૂની સેવા સમિતિની ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે એવું સચિવશ્રી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુર બનાસકાંઠાની અખબારી યાદીમાં જણાવાયું છે.