સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ ગાંધીનગરમાં કર્યું ‘ડાક ચોપાલ’નું ઉદ્ઘાટન

સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ ગાંધીનગરમાં કર્યું ‘ડાક ચોપાલ’નું ઉદ્ઘાટન

ડાક ચોપાલ મારફતે નાગરિક કેન્દ્રિત સેવાઓની સુલભતા માં થશે વિસ્તરણ – શ્રીમતી ભાનુબેન બાબરિયા

15 ઓગસ્ટે દરેક ડાકઘરમાં તિરંગો લહેરાવવાની સાથે ‘ડાક ચોપાલ’નું થશે આયોજન – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પોસ્ટ વિભાગ દ્વારા સરકારની તમામ જનકલ્યાણકારી યોજનાઓ અને તેના લાભો લોકો સુધી પહોંચાડવા અંતર્ગત 12 ઑગસ્ટ, 2024 ના રોજ નવા સચિવાલય, સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગરમાં ‘ડાક ચોપાલ’નું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતનાં સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી, શ્રીમતી ભાનુબેન બાબરિયાએ મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમનું દીપ પ્રજ્વલન કરીને ઉદ્ઘાટન કર્યું. તેમણે સુકન્યા સમૃદ્ધિ યોજના અને મહિલા સન્માન બચત પત્રના લાભાર્થીઓને પાસબુક વિતરીત કરીને સશક્ત નારી-સમૃદ્ધ સમાજનું આહ્વાન કર્યું. ડાક જીવન વીમા અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના અકસ્માત વીમા ક્લેમના ચૂકવણીના ચેક પણ વિતરીત કર્યા. આ અવસરે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, અમદાવાદ મુખ્યાલય પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ શ્રી રાકેશ શંકર અને ગાંધીનગર મંડળના પ્રવર અધિક્ષક ડાકઘર શ્રી પિયૂષ રજક પણ મંચાસ્થીન  રહ્યા.

સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ ડાક ચોપાલ મારફતે નાગરિક કેન્દ્રિત સેવાઓની સુલભતાની પ્રશંસા કરી અને જણાવ્યું કે આના થી સર્વે નાગરિકોને, ખાસ કરીને મહિલાઓને ઘણો ફાયદો થશે. વધુમાં ઉમેર્યું કે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સામાજિક ન્યાય, મહિલા અને બાળ વિકાસ માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જેથી તેમનું જીવનધોરણ સતત સુધરે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે પોસ્ટ ઓફિસ સરકાર અને જનતા વચ્ચે સેવાઓ પૂરી પાડનાર એક મહત્વપૂર્ણ કડી તરીકે ઉભરી આવ્યુ છે. પોસ્ટ વિભાગ પત્ર-પાર્સલની સાથે સાથે બચત બેંક, ડાક જીવન વીમા, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર, આધાર નામાંકન અને સુધારા, કોમન સર્વિસ સેન્ટર, ડાકઘર નિર્યાત કેન્દ્ર જેવા અનેક જનકલ્યાણકારી કાર્યો કરી રહી છે. આઈપીપીબી મારફતે પોસ્ટમેન આજે હરતી-ફરતી  બેંક તરીકે કાર્ય કરી રહ્યા છે. સી.ઇ.એલ.સી. હેઠળ ઘરે બેઠા બાળકોનું આધાર બનાવવા, મોબાઈલ નંબર અપડેટ કરવા, ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ, ડી.બી.ટી., બિલ પેમેન્ટ, એ.ઈ.પી.એસ. દ્વારા બેંક ખાતામાંથી ચુકવણી, વાહનોના વીમા, આરોગ્ય વીમા, અકસ્માત વીમા, પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના જેવી તમામ સેવાઓ આઈપીપીબી દ્વારા પોસ્ટમેન મારફતે ઘરે બેઠા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે 15 ઑગસ્ટે દરેક પોસ્ટ ઓફિસમાં સ્વતંત્રતા દિવસ પર તિરંગો લહેરાવવાની સાથે જ ‘ડાક ચોપાલ’ મારફતે સરકારની તમામ જનકલ્યાણકારી યોજનાઓ અને તેના લાભો પ્રતિ લોકોને જાગૃત કરવામાં આવશે.

ગાંધીનગર મંડળના પ્રવર અધિક્ષક ડાકઘર શ્રી પિયૂષ રજકે આમંત્રિત અતિથિઓનું સ્વાગત કર્યું. તેમણે ગાંધીનગરમાં ડાક ચોપાલ મારફતે સરકારી સેવાઓ લોકો સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!