મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર બંધમાં પાણીની આવકમાં  વધારો થતાં આ પાણી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં ખેડૂતો અને નાગરિકોને પૂરું પાડવાનો નિર્ણય લીધો  છે. 

 ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી પહોંચાડાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર બંધમાં પાણીની આવકમાં વધારો થતાં આ પાણી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં ખેડૂતો અને નાગરિકોને પૂરું પાડવાનો નિર્ણય લીધો છે.

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર અને અમરેલી જિલ્લાઓના કુલ 40 જળાશયોને જુદીજુદી સૌની યોજનાની 4 પાઈપલાઈનો મારફતે નર્મદાનું પાણી આપવા રાજ્ય સરકારે આગોતરું આયોજન કર્યું છે. હાલ આ પાઈપલાઈનો દ્વારા 1 હજાર 300 ક્યુસેક્સ પાણીનું ઉદવહન કરીને આ જળાશયમાં પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે. તેવી જ રીતે ઉત્તર ગુજરાતના તળાવોમાં પાણી  પહોંચાડવામાં આવશે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓના કુલ 952 તળાવોને જુદીજુદી 13 પાઈપલાઈનો મારફતે નર્મદાનું પાણી આપવાનું આગોતરું આયોજન કર્યું છે.હાલ આ પાઈપ લાઈનો દ્વારા 1 હજાર ક્યુસેક્સ પાણીનું ઉદવહન કરીને આ તળાવોમાં પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે.

સરકાર દ્વારા હાલ પીવાના પાણીના જથ્થા માટે અનામત હોય તેવા જળાશયોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!