મનુ ભાકેર અને સરબજોત સિંઘે મિક્સ્ડ 10 મીટર એર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે બીજો મેડલ મેળવ્યો

ભારતીય શૂટર મનુ ભાકર અને સરબજોત સિંઘે શાનદાર દેખાવ કરતાં બ્રોન્ઝ મેડલ નિશ્ચિત કરતાં પેરિસ 2024ના ઓલિમ્પિકમાં ભારતના મેડલની સંખ્યા વધીને બે થઈ ગઈ છે. આ જોડીએ મિક્સ્ડ 10 મીટર એર પિસ્તોલ ટીમ ઇવેન્ટના અંતિમ રાઉન્ડમાં 13 શોટ બાદ 16-10ના સ્કોર સાથે રિપબ્લિક ઓફ કોરિયા પર વિજય મેળવ્યો હતો.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0014Q92.jpg

અંતિમ રાઉન્ડમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી તેમના નામોમાં અને ભારતના ચંદ્રકોની સંખ્યામાં વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ ઉમેરતા એક નોંધપાત્ર અભિયાનને સમાપ્ત કરી દીધું. પેરિસ ઓલિમ્પિક્સ 2024માં મનુનો આ બીજો બ્રોન્ઝ મેડલ પણ છે.

સરબજોત સિંહ વર્ષ 2019થી ખેલો ઇન્ડિયાનો એથ્લીટ છે અને 4 ખેલો ઇન્ડિયા ગેમ્સમાં ભાગ લઈ ચૂક્યો છે તેમજ ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમનો એથ્લીટ છે. મનુ ભાકર ખેલો ઇન્ડિયા ગેમ્સની ભૂતપૂર્વ સ્પર્ધક પણ રહી ચૂકી છે અને તે ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ એથ્લેટ છે.

ક્વોલિફિકેશન રાઉન્ડઃ

10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ક્વોલિફિકેશન રાઉન્ડમાં મનુ ભાકર અને સરબજોત સિંઘે તેમની ચોક્કસાઈ અને કુશળતા દર્શાવતા સંયુક્ત સ્કોર 580નો કર્યોનથી. આ પ્રભાવશાળી દેખાવને સહારે તેઓ ટોચના દાવેદારોમાં સ્થાન મેળવતા બ્રોન્ઝ મેડલના શૂટ ઓફમાં સ્થાન મેળવી ચૂક્યા છે.

ચાવીરૂપ સરકારી સહાય:

સરબજોત સિંઘ

પેરિસ ઓલિમ્પિક ચક્ર દરમિયાન સરબજોત સિંઘ માટે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા મહત્વના હસ્તક્ષેપોમાં સામેલ છેઃ

  • ટ્રેનિંગ અને કોમ્પિટિશન સપોર્ટઃ 17 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી, 2023 સુધી તેમના કોચની સાથે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ટ્રેનિંગ અને ભાગ લેવા માટે સહાય આપવામાં આવી હતી.
  • પર્સનલ ટ્રેનર સપોર્ટ: 10 જુલાઈથી 1 ઓગસ્ટ, 2024 સુધી ચેટેઓરોક્સ ખાતે વોલમેરેન્જ ઓટીસી અને પેરિસ ઓજી 2024 માં ભાગ લેવા માટે તેમના અંગત ટ્રેનર, શ્રી અભિષેક રાણાના ખર્ચ માટે નાણાકીય સહાય ફાળવવામાં આવી હતી.

પ્રાપ્ત થયેલી નાણાકીય સહાયઃ

  • અંડર ટોપ્સઃ ₹20,24,928
  • અન્ડર એન્યુઅલ કેલેન્ડર ફોર ટ્રેનિંગ એન્ડ કોમ્પિટિશન્સ (એસીટીસી): ₹૧,૨૬,૨૦,૯૭૦

મુખ્ય સિદ્ધિઓ:

  • એશિયન ગેમ્સ (2022) : ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ અને મિક્સ ટીમ ઈવેન્ટમાં સિલ્વર.
  • એશિયન ચેમ્પિયનશિપકોરિયા (2023): 10 મીટર એર પિસ્તોલ વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ, ભારત માટે ઓલિમ્પિક 2024 ક્વોટા સ્થાન નિશ્ચિત કર્યું છે.
  • વર્લ્ડ કપભોપાલ (2023): વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ.
  • વર્લ્ડ કપબાકુ (2023) : મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ.
  • જુનિયર વર્લ્ડ કપસુહલ (2022 ) : ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ અને વ્યક્તિગત અને મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બે સિલ્વર મેડલ.
  • જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપલીમા (2021) : ટીમમાં બે ગોલ્ડ મેડલ અને મિક્સ્ડ ટીમ ઈવેન્ટ્સ.

મનુ ભાકર

પેરિસ ઓલિમ્પિક ચક્ર દરમિયાન ભારત સરકાર દ્વારા મનુ ભાકર માટે મુખ્ય હસ્તક્ષેપો કરવામાં આવ્યા હતા, જેમાં સામેલ છેઃ

  • દારૂગોળો અને શસ્ત્ર સેવા: દારૂગોળો અને શસ્ત્રોની સેવા, પેલેટ અને દારૂગોળો પરીક્ષણ અને બેરલની પસંદગી માટે સહાય પૂરી પાડવામાં આવી હતી.
  • તાલીમ સહાય : ઓલિમ્પિકની તૈયારી માટે લક્ઝમબર્ગમાં અંગત કોચ શ્રી જસપાલ રાણા સાથે તાલીમ માટે સહાય પૂરી પાડવામાં આવી હતી.

પ્રાપ્ત થયેલી નાણાકીય સહાયઃ

  • અંડર ટોપ્સઃ રૂ।. 28,78,634/-
  • એક્ટસી હેઠળ: રૂ. 1,35,36,155/-

મુખ્ય સિદ્ધિઓ:

  • એશિયન ગેમ્સ (2022) માં 25 મીટર પિસ્તોલ ટીમમાં ગોલ્ડ મેડલ
  • વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 25 મીટર પિસ્તોલ ટીમમાં ગોલ્ડ મેડલ, બાકુ (2023)
  • એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ, ચાંગવોન (2023) ખાતે પેરિસ ગેમ્સ 2024 માટે ક્વોટા પ્લેસ
  • વર્લ્ડ કપ, ભોપાલ (2023)માં 25 મીટર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ
  • કેરો (2022) વિશ્વ ચેમ્પિયનશિપમાં 25 મીટર પિસ્તોલમાં રજત પદક
  • વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ, ચેંગડુ (2021)માં 10 મીટર એર પિસ્તોલ વ્યક્તિગત અને મહિલા ટીમ ઇવેન્ટમાં બે ગોલ્ડ મેડલ

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!