કરબેશ્વર મહાદેવ પર્વત ખાતે ટ્રેકિંગ કરીને તિરંગો લહેરાવામાં આવ્યો..

જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર દ્વારા કરબેશ્વર મહાદેવ પર્વત ખાતે ટ્રેકિંગ કરીને તિરંગો લહેરાવામાં આવ્યો..

જનસેવા ગ્રૂપ દ્વારા બીજ વાવેતર,જંગલ અને નદી સ્વછતાં અભિયાન,પ્રકૃતિમિત્ર અભિયાન, વૃક્ષારોપણ,કુંડા અને ચકલીમાળા વિતરણ, પર્યાવરણ ને લગતી પ્રવૃતિ,પાણીની પરબ,મિશન ખુશી,મિશન વસ્ત્રમ,પુસ્તક પરબ, શિક્ષણ સેવા,ગૌસેવા, જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન,નેત્રદાન દેહદાન અંગદાન અભિયાન સાથે યુવાનોનું ઘડતર થાય,યુવાનો પ્રકૃતિમય બને તે માટે ટ્રેકિંગ નિ પ્રવૃતિ અવારનવાર કરવામાં આવે છે ટ્રેકિંગ દ્વારા ભગવાને પ્રકૃતિ રૂપે આપણને આપેલા અદ્ભુત સૌંદર્ય રૂપી જંગલની સુંદરતા, સુંદર નદીઓ, સુંદર ધોધ,સુંદર પહાડી વિસ્તાર ને માણવાનો એક અવસર મળે છે..આજે સવારે વહેલા પાલનપુર થી પ્રસ્થાન કરીને સૌ મિત્રો છાપરા રિપોર્ટિંગ પોઈન્ટ ખાતે પહોંચી ગયા .ત્યાંથી ગાઈડ કાંતિભાઈ ને સાથે લઈને મહાદેવની ગુફાઓ ખાતે ટ્રેકિંગ કરવા માટે ચઢાણ ચાલુ કર્યું. સુંદર ઠંડક વાળા વાતાવરણ ની મજા માણતા , આજુબાજુ સુંદર પક્ષીઓના અવાજ સાંભળતા અને પ્રકૃતિનો આનંદ માણતા સૌ મિત્રો ટ્રેકિંગ કરી રહ્યા હતા. વચ્ચે એક બે વખત વિસામો લીધા બાદ અખંડ ધૂણો જે કરબેશ્વર ની ગુફાઓ પાસે આવેલ છે ત્યાં સૌ મિત્રો પહોંચી ગયા ત્યાં થોડીવાર વિરામ લઈને અંદર ગુફાઓમાં શિવલિંગના દર્શન કરવા માટે ગયા .ગુફાઓનું અલૌકિક વાતાવરણ અને શિવલિંગ ઉપર સ્વયંભૂ જળનું અભિષેક થતું જોઈને સૌ મિત્રો અભિભૂત થયા. ગુફામાં થોડો સમય વિતાવ્યા બાદ ઉપર રહેલી ટેકરી ઉપર જવા સૌ મિત્રોએ પ્રયાણ કર્યું .ત્યાં ટેકરી ઉપર જઈને સૌ મિત્રોએ વિસામો લીધો. ત્યાં સૌ મિત્રોને જયેશભાઈ સોની દ્વારા ધ્યાન કરાવવામાં આવ્યું અને 11 વખત ઓમકાર કરાવવામાં આવ્યા. ત્યારબાદ સૌ મિત્રોને ટ્રેકીંગના સર્ટિફિકેટ આપવામાં આવ્યા. ત્યારબાદ સૌ મિત્રોએ એક સાથે રાષ્ટ્રગીત નું ગાન કર્યું અને તિરંગો લહેરાવ્યો હતો. ભારત માતાકી જય અને વંદે માતરમ નારા નો જયઘોષ કર્યો હતો. ત્યારબાદ પાછા પરત રિપોર્ટિંગ પોઇન્ટ ખાતે આવવા માટે સૌ મિત્રોએ પ્રયાણ કર્યું. એક કલાક જેટલું ચાલ્યા બાદ સૌ મિત્રો છાપરા કાંતિભાઈ ના ઘર પાસે જે રિપોર્ટિંગ પોઈન્ટ હતું ત્યાં સૌ મિત્રો પહોંચી ગયા. ત્યારબાદ સૌ મિત્રો નજીકમાં આવેલ હાથીદરા ધામ ખાતે મહાદેવના દર્શન કરીને સૌ મિત્રોએ ધન્યતાની લાગણી અનુભવી. છેલ્લે સૌ મિત્રો જનસેવા ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનીને છૂટા પડ્યા. આજનો આ ટ્રેક ખૂબ જ સુંદરતાપૂર્વક અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આજના કાર્યક્રમમાં ગ્રુપના હર્ષ ઠાકર, જયેશ સોની ,જીગ્નેશભાઈ સૈનિ, ધીરજભાઈ, મુસ્કાન, પાયલબેન, સુરેશભાઈ, દેવાભાઈ, હસમુખભાઈ,સુમેરભાઈ,કોચ કાંતિભાઈ એ જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો . .

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!