પાલનપુર ની બનાસ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સીપીઆર ની તાલીમ આપવામાં આવી.
પાલનપુર ની બનાસ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સીપીઆર ની તાલીમ આપવામાં આવી.
પાલનપુરના કોજી વિસ્તારમાં આવેલ સર્વોદય વિકાસ મંડળ સંચાલિત બનાસ નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી જેમાં સંસ્થાના સંચાલક શૈલેષભાઈ વ્યાસ પ્રિન્સિપલ ડીપી ગામીત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ડીસાના પૂર્વ પ્રમુખ સુભાષભાઈ પટેલ, દેવેન્દ્રભાઈ રાજપુત બનાસકાંઠા જિલ્લા બ્રાન્ચ ના પવનભાઈ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થીઓ અને બનાસ નર્સિંગ સ્કૂલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો .
આ અંગે સ્કૂલની વિદ્યાર્થીની દ્રષ્ટિ શ્રીમાળીએ જણાવ્યું હતું કે બનાસ નર્સિંગ કોલેજમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સીપીઆરની તાલીમ આપવામાં આવી અને જ્યારે કોઈને હાર્ટ એટેક આવે ત્યારે કેવી રીતે સીપીઆર આપી કોઈનો જીવ બચાવી શકાય છે તેની વિસ્તૃત માહિતી પવનભાઈ પ્રજાપતિ અને દેવેન્દ્રભાઈ રાજપૂતે આપી હતી. અને સુભાષભાઈ પટેલ દ્વારા બ્લડ ડોનેશન થી શું ફાયદા થાય છે તેમજ ઈમરજન્સી માં 108 ને કેવી રીતે જાણકારી આપીને બોલાવી શકાય તેની માહિતી આપવામાં આવી હતી
આ અંગે સુભાષભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સ્ટેટ બ્રાન્ચ ના પ્રમુખ અજયભાઈ પટેલ દ્વારા ગુજરાતની તમામ રેડ ક્રોસ સોસાયટીઓમાં સૂચના આપવામાં આવી છે કે દરેક રેડ ક્રોસ સોસાયટી એ પોતાના વિસ્તારમાં સીપીઆર ની તાલીમ આપી દરેકને cpr વિષે માહિતગાર કરવા.
સંસ્થાના સંચાલક શૈલેષભાઈ વ્યાસ અને પ્રિન્સિપલ ડીપી ગામીત દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના સભ્યોનો આભાર માનવામાં આવ્યો હતો.
https://youtu.be/MIYsxxq7JJs?si=-4cMXSIgmYSeOBQU