પેન્શનના લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પેન્શન અદાલતનું આયોજન.
પેન્શનના લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પેન્શન અદાલતનું આયોજન
પેન્શનને લગત પશ્નોના નિરાકરણ માટે (ફક્ત વડોદરા પૂર્વ વિભાગ) પેન્શન અદાલતનું આયોજન પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ, બીજો માળ, વડોદરા હેડ પોસ્ટઓફિસ બિલ્ડીંગ, રાવપુરા, વડોદરા – 390001ની કચેરી ખાતે તારીખ 10 જુલાઈ, 2024નાં રોજ સવારે 11 વાગ્યે યોજાશે.
આ અદાલતમાં ફક્ત પેન્શનને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત (નીતિ વિષયક મુદ્દા સિવાયની) ફરિયાદ સાંભળી નિકાલ કરવામાં આવશે.
પેન્શન અંગે પેન્શન અદાલતમાં ફક્ત વડોદરા પૂર્વ વિભાગને લગતી ફરિયાદો પ્રવર અધિક્ષક વડોદરા પૂર્વ વિભાગ, બીજો માળ, વડોદરા હેડ પોસ્ટઓફિસ બિલ્ડીંગ, રાવપુરા, વડોદરા – 390001ના સરનામે પહોંચાડવાની છેલ્લી તારીખ 5 જુલાઈ, 2024 રહેશે. વધુ માહિતી માટે ફોન નંબર- 0265-2433101 છે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલી ફરિયાદ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.