વડગામ તાલુકાના સ્વયંમ સૈનિક દળ દ્વારા ધાર્મિક શિક્ષણ બાબતે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું
વડગામ તાલુકાના સ્વયંમ સૈનિક દળ દ્વારા ધાર્મિક શિક્ષણ બાબતે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું
રાજ્ય સરકાર દ્વારા ધોરણ 6/7/8 માં શ્રીમદ્ ભાગવત કથા ના મૂલ્યાં અને સિધ્ધાંતો નો અભ્યાસક્રમ શરૂ કરતાં ગુરૂવારે વડગામ તાલુકા સ્વયં સૈનિક દળ ના પ્રતિનિધિ મંડળ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ અંગે તેવોએ જણાવ્યું હતું કે ભારતના બંધારણે બક્ષેલા મૂળભૂત અધિકારોમાં ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતાની જોગવાઇ છે. અને આર્ટિકલ 25માં ધર્મ સ્વાતંત્રયની સ્પષ્ટ જોગવાઈ “અત:કરણની અને મુક્ત રીતે ધર્મની માન્યતા, પાલન અને પ્રચારનું સ્વાતંત્રય છે”, આર્ટિકલ 25 માં, ધર્મ-જાતિ, જ્ઞાતિ, અથવા જન્મસ્થાનને કારણે કરતા ભેદભાવ ને પ્રતિબંધિત કરેલ છે. અને આર્ટિકલ 26માં ધાર્મિક બાબતોની વહીવટ કરવાની જોગવાઈ છે. ઉપરોક્ત આર્ટિકલ 28 માં પણ સ્પષ્ટ જોગવાઇ છે કે “રાજ્યના નાણા માંથી પૂરેપૂરો ખર્ચ નિભાવતી શિક્ષણ સંસ્થાઓ માં કોઈપણ પ્રકાર નું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં.” આર્ટિકલ 29 અને 30 માં પણ કંઈક અંશે આ સંદર્ભ ની જોગવાઈઓ છે. ગુજરાત સરકારે હમણાં શાળાઓમાં ધોરણ 6, 7 અને 8 ના પાઠય પુસ્તકોમાં શ્રીમદ “ભાગવત ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો” અભ્યાસક્રમમાં શરૂ કર્યું છે તો, ભારતમાં તમામ ધર્મોના લોકો રહે છે, અને ભારત બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે તો જો મૂલ્ય નિર્માણની જ વાત હોય તો તમામ ધર્મો માંથી જે શ્રેષ્ઠ મૂલ્યો નિર્માણ કરી શકે એવાં પ્રસંગો લઈ ને પુસ્તક બનાવવુ કેમકે શાળા ઓ માં તમામ ધર્મો ના વિદ્યાર્થી અભ્યાસ કરતા હોય છે તથા તમામ ધર્મો જેવાકે બૌદ્ધ, શીખ, ઇસ્લામ, પારસી જૈન વિગેરેને યોગ્ય ન્યાય મળવો જોઈએ.