અમદાવાદ શહેરમાં ઐતિહાસિક રથયાત્રાની પ્રારંભ વિધિ એટલે કે “જળયાત્રા” આજે યોજાશે.
અમદાવાદ શહેરમાં ઐતિહાસિક રથયાત્રાની પ્રારંભ વિધિ એટલે કે “જળયાત્રા” આજે યોજાશે.
અમદાવાદ શહેરમાં ઐતિહાસિક રથયાત્રાની પ્રારંભ વિધિ એટલે કે “જળયાત્રા” આજે યોજાશે. આ “જળયાત્રા” સવારે 8 વાગ્યે જમાલપુર વિસ્તારમાં આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરેથી શરૂ થઈ વરઘોડા સ્વરૂપે સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે ગંગાપૂજન કરવા પહોંચશે. સાબરમતી નદીમાંથી જળ ભરી આ “જળયાત્રા” પરત નીજ મંદિરે ફરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી સાતમી જુલાઈએ અષાઢી સુદ બીજ ભગવાન શ્રી જગન્નાથજીની ઐતિહાસિક 147મી રથયાત્રા યોજાશે.