રાજ્યમાં ભારે ગરમી વચ્ચે અનેક જિલ્લાઓમાં મેઘરાજાનું આગમન – સૌથી વધુ અમરેલીના બાબરામાં વરસાદ.

રાજ્યમાં ભારે ગરમી વચ્ચે અનેક જિલ્લાઓમાં મેઘરાજાનું આગમન – સૌથી વધુ અમરેલીના બાબરામાં વરસાદ.


રાજ્યમાં ભારે ગરમી વચ્ચે ગઇકાલે અનેક જિલ્લાઓમાં મેઘરાજાનું આગમન થયું છે.
અમદાવાદમાં ગઇકાલે સાંજે વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. જો કે દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ યથાવત રહેતા લોકો ગરમી અને ઉકળાટથી ત્રસ્ત થયા હતા. આજથી અમદાવાદમાં આશિંક ઘટાડો થવાની સંભાવના છે.
વલસાડના ધરમપુર, કપરાડા, પારડી, ઉંમરગામ, વાપી, વલસાડમાં ગઈકાલે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ધરમપુરમાં આવેલા વરસાદે કેરીના વેપારીઓની ચિંતામાં વધારો કર્યો હતો.
અમરેલીના બાબરા પંથકમાં ગઈકાલે માત્ર 2 જ કલાકમાં 2થી ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અહીં ત્રબોડા ગામની સ્થાનિક નદીમાં તો પૂર આવી ગયું હતું.
બોટાદમાં ગઢડા રોડ, ભાવનગર રોડ, પાળીયાદ રોડ, ટાવર રોડ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટું આવતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે ભારે પવનના કારણે 2 મોટા હૉર્ડિંગ્સ ધરાશાયી થઈ ગયા હતા.
અમારા નર્મદા જીલ્લાના પ્રતિનિધિ દીપક જગતાપ જણાવે છે કે, નર્મદા જિલ્લાનાં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લાના તિલકવાડા, નાંદોદ, ગરૂડેશ્વર, ડેડીયાવાડા તાલુકામાં વરસાદ પડયો હતો.
અમારા બોટાદના પ્રતિનિધિ જણાવે છે કે, બોટાદ શહેરમાં ભારે પવનના કારણે કેટલાંક હોર્ડીંગ તૂટી પડયા હતાં.
મહીસાગર અને છોટાઉદેપુરમાં વરસાદ વરસતા ખેડુતોમાં ખુશી જોવા મળી હતી.
તાપીના સોનગઢ, વ્યારા અને વાલોડ સહિતના અનેક તાલુકામાં વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
ભરૂચ શુક્લતીર્થ ગામના પાટિયા પાસે ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે ઝાડ પડતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને છ વ્યક્તિઓને ઇજા થઈ હતી.
નવસારીમાં ગતરાત્રે વીજળીના ચમકારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંકડ પ્રસરી હતી.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!