બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર ની જીત, ગુજરાતમાં ૨૬ માંથી ૨૫ સીટ ઉપર ભાજપ ની જીત, જયારે બનાસકાંઠા માં કોંગ્રેસ ની જીત થઇ છે.
બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર ની જીત.
ગુજરાતમાં ૨૬ માંથી ૨૫ સીટ ઉપર ભાજપ ની જીત, જયારે બનાસકાંઠા માં કોંગ્રેસ ની જીત થઇ છે.
લોકસભા ઇલેક્શન 2024 નું બનાસકાંઠાનું 22 રાઉન્ડ પૂરા થતા રીઝલ્ટ જોવા જઈએ ત્યારે બનાસકાંઠાના એસેમ્બલી વાઇઝ વોટીંગ જોઈએ તો ગેનીબેન નાગજી ઠાકોર અને ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી, ચૂંટણી જાહેર થતાની સાથે જ આમ તો આ ટક્કર દેખાઈ રહી હતી જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવતા હતા તેમ તેમ આ ટક્કર વધી રહી હતી અને ચૂંટણી પતી ગયા પછી પણ વોટ ગણતરી ના દિવસ સુધી આ ટક્કર મજબૂત રહી.
બનાસકાંઠામાં વોટરના જીવ જાણે તાળવે ચોટ્યા હોય તેમ ગેનીબેન એટલે કે કોંગ્રેસ અને ડોક્ટર રેખાબેન ચૌધરી એટલે કે ભાજપ વચ્ચે જોરદાર રસાકસી પૂર્વકની ટક્કર જોવા મળી હતી. પહેલા રાઉન્ડથી લઈને છેલ્લા રાઉન્ડ સુધી કોઈ નક્કી કરી જ ન શકે કે બનાસકાંઠામાં કોણ આવી શકે? કોણ જીતની પાઘડી પહેરી શકે? જ્યારે ગુજરાતમાં 26 સીટોમાંથી 25 સીટો ભાજપને મળતી હોય ત્યારે એકમાત્ર બનાસકાંઠાની સીટ કોંગ્રેસે પોતાના નામે કરી, જેમાં ગેનીબેન ઠાકોરે પોતાની ભવ્ય જીત નોંધાવી.
એસેમ્બલી વાઇઝ જોઈએ તો
૭ નંબર વાવ આવે ત્યાં ગેનીબેન ને 97,232 વોટ મળ્યા ત્યાં રેખાબેન ને 99,457 વોટ મળ્યા.
8 નંબર થરાદ માં જોઈએ તો 90,391 વોટ ગેનીબેન ને મળ્યા સામે રેખાબેન ને ₹1, 04,887 મળ્યા હતા.
9 નંબર ધાનેરા 89,167 વોટ ગેનીબેન ને મળ્યા સામે 90,817 વોટ ભાજપને મળ્યા હતા.
10 દાંતા માં જોઈએ તો 93,457 કોંગ્રેસને અને 82,439 ભાજપને.
12 નંબર પાલનપુરમાં જોઈએ તો 1, 05,837 વોટ ગેનીબેન ને મળ્યા સામે 76,687 વોટ ભાજપને મળ્યા.
13 નંબર ડીસામાં જોઈએ તો 88,804 વોટ ગેનીબેન ને મળ્યા સામે 1,00,339 વોટ ભાજપના રેખાબેન ને મળ્યા હતા.
14 નંબર દિયોદરમાં જોઈએ તો 98,195 વોટ ગેનીબેન ને મળ્યા સામે 77,619 વોટ ભાજપના રેખાબેન ને મળ્યા હતા.
આ જોતા સમગ્ર દિવસ દરમિયાન રાજનીતિક ગુરુજનોના વિચાર વિમર્શ બહુ જ અલગ અલગ આવી રહ્યા હતા, થોડીવારમાં લાગે કે રેખાબેન જીતશે થોડી વારમાં લાગે કે ગેનીબેન જીતશે આખરે ગેનીબેન જેમને બનાસ ની બેન ના ઉપનામથી ઓળખવામાં આવ્યા તેમને જીતનો તાજ પહેર્યો.
ટોટલ વોટિંગ જોવા જઈએ તો ગેનીબેન ને ₹ 6,62,993 વોટ સામે ભાજપના રેખાબેનને ₹ 6,32, 445 વોટ મળ્યા હતા, બનાસકાંઠાની સીટ ઉપર આમ જોઈએ તો અપક્ષ પણ પોતાનો સારો એવો દેખાવ કરી શકવામાં નાકામ રહ્યો હતો,
માનસુનભાઈ પરમારે 9,836 વોટ
જશુભાઈ ગમાર 4594 વોટ
પટેલ પિયુષભાઈ કરશનભાઈ 3494 વોટ
પ્રવીણભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ 1816 વોટ
ઇબ્રાહીમભાઇ પાર્થનાની 1579 વોટ
ચેતનકુમાર કેશવલાલ ઓઝા 1365 વોટ
લાસા ભાઈ લવજીભાઈ 2978 વોટ
રાઠોડ માવજી ભીમજી 7,639 વોટ
શ્રીમાળી અશોકભાઈ ભાલચંદભાઈ 5438 વોટ મેળવેલ હતા.
નોટામાં 21906 વોટ પડ્યા હતા.
21906 લોકોએ બનાસકાંઠાની આ લોકસભા ચૂંટણીમાં એક પણ ઉમેદવાર પસંદ નથી એવું સાબિત કરી પોતાનો વોટ નોટામાં નાખેલો.
ટોટલ વેલીડ વોટ બનાસકાંઠામાં ₹ 13,35,295 પડ્યા હતા અને નોટા 21,906 વોટ સાથે ટોટલ થઈને 13,57, 201 વોટીંગ થયું હતું.
જોકે ફાયનલ આંકડો આવવાનો બાકી છે