વેરાવળ બાયપાસ પાસેથી સગેવગે થતો ચોખાનો જથ્થો જપ્ત
વેરાવળ બાયપાસ પાસેથી સગેવગે થતો ચોખાનો જથ્થો જપ્ત
વેરાવળ બાયપાસ પાસેથી સગેવગે થતો ચોખાનો જથ્થો જપ્ત કરાયો હતો.. ગીર સોમનાથના પુરવઠા વિભાગની ટીમ દ્વારા 380 કટ્ટા ચોખાનો 19 હજાર 240 કિલોનો જથ્થો ઝડપવામાં આવ્યો હતો..
ઝડપાયેલા આ અનાજની કિંમત 5 લાખથી વધુની છે.. જીલ્લાની ટીમને મળેલી બાતમીના આધારે વેરાવળ-જૂનાગઢ નેશનલ હાઇવે પર ડારી ઓવરબ્રીજ નજીક શંકાસ્પદ ટ્રકને અટકાવવામાં આવી હતી. જેમાં તપાસ કરતાં ચોખાનો જથ્થો મળી આવ્યો હતો.. પ્રાથમિક તપાસમાં એક ટ્રેડિંગ કંપનીનો અનાજનો શંકાસ્પદ જથ્થો હોવાનું બહાર આવ્યુ હતું.. ઝડપાયેલી ટ્રક સહિતનો મુદ્દામાલ કબજામાં લઇને વેરાવળના ગોડાઉન મેનેજરને મુદ્દામાલ સુપરત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.