દાંતા અંબાજી માં મેડીકલ કેમ્પ કરવામાં આવ્યો, હર્ષ સંઘવી અને શંકરભાઈ ચૌધરી રહ્યા હાજર..
દાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર છે જ્યાં વિભિન્ન રોગોથી પીડાતા દર્દીઓ આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે યાત્રાધામ અંબાજી માં અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના નિષ્ણાત તબીબોને લઈ શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના સંચાલક ઉષાબેન અગ્રવાલ દ્વારા આવા અનેક આદિવાસી વિસ્તારમા રહેતા અને જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેને ગુજરાત રાજ્ય ના ગ્રુહ મંત્રી હર્ષભાઈ સંઘવી તથા ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શંકરભાઈ મૌધરીએ દીપ પ્રગટાવીને કેમ્પ ખુલ્લો મુક્યો હતોઆ કેમ્પ માં અમદાવાદની કર્ણાવતી અને રાજસ્થાન હોસ્પીટલ ના જાણીતા નિષ્ણાત તબીબો જેમા ખાસ કરીને કાડિઓલોજીસ્ટ ,જનરલ ફિજિશિયન,ઓર્થોપેડિક, ENT સહીતના અનેક રોગોના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની વિનામૂલ્ય સારવાર કરી હતી, એટલુંજ નહીં અમદાવાદ ની HOF ફાર્માસીટીકલ કંપની દ્વારા તમામ દર્દીઓ ને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવી હતી અંબાજી દાંતા અંબાજી સુધી પહોચવુ ઘણુ અઘરુ બનતુ હોય છે તેવા વિસ્તાર ના દર્દીઓ ને ઘરે બેઠાજ નિશુલ્ક નિદાન અને દવાઓ પણ મળી રહે તે માટે આજે એક અલાયદી મોબાઈલ હરતુ ફરતુ દવાખાનુ એમ્બ્યુલન્સ વાન નુ પણ ગ્રુહ મંત્રી હર્ષભાઈ સંઘવી તથા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા લોકાર્ણણ કરવામાંઆવ્યુ હતુ અને મોબાઈલ વાન ની અંદર જે વ્યવસ્થાઓ કરવામાંઆવની છે તેનુ પણ નીરીક્ષણ કર્યુ હતુ આ મોબાઈલ વાન માં તબીબી ટીમ સાથે ઘર આંગણે જઇ ને નિશુલ્ક સારવાર આપશે
આ પ્રસંગે ગ્રુહ મંત્રી હર્ષભાઈ સંઘવી એ અંબાજી ખાતે યોજાયેલા મેગા નિશુલ્ક મેડીકલ કેમ્પ ની પ્રસંશા કરી હતી અને યોજાયેલી ચુંટણી બાબતે સવાલ કરતાજણાવ્યુ હતુ કે હુ અહી સેવા ના કામમાં જોડાવવા અવ્યો છુ રાજકારણ ની વાતો તો આખો દિવસ ગમેત્યારે થઈ શકે છે..
હર્ષભાઈ સંઘવી ,ગ્રુહમંત્રી( ગુજરાત)
સાથે જોડાયેલા વિધાનસભા ના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ પણ શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા યોજાયેલા મેડીકલ કેમ્પ માં ગરીબ દર્દીઓ જે લાબ લઈ રહ્યા હતા તે કામગીરી ને બીરદાવી હતી અને સાથે જણાવ્યુ હતુ કે આજે માતાજી ના દર્શન કરી ને દેશ માં શસક્ત અને સ્ટેબલ સરકાર આવે દેશ એક વાળી સરકાર આવે તેવી માં અંબે ને પ્રાર્થના કરી છે ,
શંકરભાઈ ચૌધરી ,વિધાનસભ અધ્યક્ષ ( ગુજરાત)
આ કેમ્પ માં વધુ સારવાર ની જરૂરિયાત વાળા દર્દીઓ ને અમદાવાદ રાજસ્થાન હોસ્પિટલ માં પ્રથમ પ્રાયોરિટી અપાશે ને માત્ર ટોકન દર ના ચાર્જ વિવિધ ટેસ્ટ કરી આપવામાં આવશે, અંબાજી ખાતે યોજાયેલા આ સર્વરોગ નિદાન કેમ્પ માં 2000 ઉપરાંત વિવિધ પ્રકારના દર્દીઓએ આ કેમ્પ નો લાભ લેશે
https://youtu.be/4aeqxYmuF8E?si=aOFKcXznS6q8BzH8