માનસરોવર પુલ પર રિક્ષા સામસામે અથડાતા એક યુવાન ગંભીર.

પાલનપુરમાં આવેલ માન સરોવર પુલ ઉપર સામસામે રિક્ષા અથડાતા એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો, તેને તાત્કાલિક 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાં ગંભીરતા જોતા ડોક્ટર ની ટીમે તેને અમદાવાદ ખસેડવા કહ્યું હતું પરંતુ પરિવાર દ્વારા તેને પ્રાઇવેટ હોસ્પિટલમાં લી ગયેલ હતા, અને તેને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરતા ત્યાંથી તેને સારવાર આપી અમદાવાદ રીફર કરવામાં આવ્યો હતો.
અત્યારની મળતી માહિતી મુજબ તે અતિ ગંભીર હોય તેને મહેસાણા ને પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે.
પાલનપુરમાં પાણીપુરી ના વ્યવસાયથી પોતાના પરિવારનો ગુજરાન ચલાવતા અંદાજે 25 વર્ષના યુવાન શિવમ કિશનલાલ મોદી. ચામુંડા સોસાયટી, મહિલા મંડળ પાસે, પાલનપુર. અને માન સરોવર બ્રિજ ઉપર રિક્ષામાં જતા સામેથી આવતી રીક્ષાથી અકસ્માત થતાં ગળામાં ભાગે કાચ વાગતા તે અતિ ગંભીર રીતે ગયેલ થયો હતા, જેને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ લાવતા ડોક્ટરોએ સારવાર દરમિયાન ગંભીરતા વધુ હોય તેને વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવા કહેલ પરંતુ પરિવારજનોએ પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અને ત્યાં તેના સારવાર દરમિયાન ડોક્ટરની સૂચના મુજબ અમદાવાદ વધુ મોકલવામાં આવેલ. વધુ જાણકારી મળવા મુજબ તેની ગંભીરતા વધુ હોય દર્દીને મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!