બનાસકાંઠા લોકસભા ચૂંટણીના મીડિયા કો.ઓડીનેટર તરીકે મુકેશ ચૌહાણ ની નિમણુક પ્રદેશ કોંગ્રેસે કરી.
બનાસકાંઠા લોકસભા ચૂંટણીના મીડિયા કો.ઓડીનેટર તરીકે મુકેશ ચૌહાણ ની નિમણુક પ્રદેશ કોંગ્રેસે કરી.
બનાસકાંઠા માં કોંગ્રેસ પક્ષ એ આગામી 7 મી મે.2024 નાં રોજ યોજાનાર લોકસભા ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દિધો છે. જેનો પ્રસાર થાય તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભા નાં સભ્ય શ્રી શક્તિસિંહજીની સૂચના થી બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી માટે ની અન્ય સમિતિ ઑ બનાવવા માં આવી છે તેમાં મીડિયા કો ઓર્ડીનેટર તરીકે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ નાં આગેવાન શ્રી મુકેશભાઈ ચૌહાણ ની નિમણુક કરીને કોંગ્રેસ નાં આગેવાનો અને ઉમેદવાર નાં સતત સંપર્ક માં રહી કોંગ્રેસ નાં પ્રચાર.પ્રસાર માટે ની જવાબદારી સોંપી હોવાનું આધારભૂત વર્તુળો માંથી જાણવા મળે છે.
લોકસભા ચૂંટણી નાં સતત થતાં કોંગ્રેસ નાં કાર્યક્રમો ની વિગતો પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા સુધી પહોચાડવા કામગીરી તેઓ કરશે..