કડી સર્વ વિદ્યાલયની બી.એડ કોલેજમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી
કડી સર્વ વિદ્યાલયની બી.એડ કોલેજમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી
સર્વ વિધાલય કેળવણી મંડળ સંચાલિત અને કડી સર્વ વિશ્વવિધાલય સંલગ્ન એસ.વી. કોલેજ ઓફ એજ્યુકેશન અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન, કડી જી.મહેસાણા ખાતે 15/03/2024 ના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી.
જેની આ વર્ષ 2024ની થીમ ‘ઉપભોક્તા માટે નિષ્પક્ષ અને જવાબદાર AI ‘ છે. તેમાં બંને કોલેજના તાલીમાર્થીઓની કોમર્સ ટીમ વતી ગ્રાહકના અધિકારો અને જવાબદારીઓ અંગે પ્રવચન, બે લઘુ નાટિકા, PPT પ્રેઝન્ટેશન અને ગ્રાહક અધિકાર પર સ્વરચિત ગાનની રજૂઆત કરવામાં આવી હતી.આ કાર્યક્રમ અંગે કોલેજના આચાર્ય ડૉ.ભાવિક એમ.શાહ સાહેબે વિદ્યાર્થીઓને એક સજાગ ગ્રાહક બનવા માટે અને એક શિક્ષક તરીકે ગ્રાહકના અધિકારોથી વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંકલન કોમર્સ વિષયના અધ્યાપક ડૉ.અલકા પંચાલ, પ્રા.અશોક પ્રજાપતિ અને ડૉ. તેજસ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમ આચાર્ય શ્રી ડૉ. ભાવિક એમ શાહ સાહેબનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો.