બનાસકાંઠા RTOના કર્મચારીઓ આંદોલન ના માર્ગે…
બનાસકાંઠા RTOના કર્મચારીઓ પોતાની માંગો ને લઈને આંદોલન માં મૂડ માં..
બનાસકાંઠા RTO કચેરીના અધિકારી અને કર્મચારીઓ દ્વારા તેમની પડતર માગણીઓને લઈ આંદોલન શરૂ કરાયું છે. જેમાં કાળી પટ્ટી ધારણ કર્યા બાદ ગુરુવારે કચેરીના સમય પહેલા અને પછી તેમજ રિસેશના સમયમાં સુત્રોચ્ચાર તેમજ ઘંટ વગાડી તેમની માગણીઓ રજૂ કરી હતી.
બનાસકાંઠા RTO કચેરીના કર્મચારીઓ તેમના જુદા જુદા પડતર પ્રશ્નો જેવા કે સામાન્ય અરજીમાં કર્મચારીઓનું પ્રમોશન અટકાવી દેવું, ડ્રાઇવિંગ ટેસ્ટના ટ્રેકનું સમયસર મેન્ટેનન્સ ન થવું તેમજ એક અઠવાડિયું નાઈટશીફ્ટ માં પૂરતી સુવિધાઓ ન મળે જેવા પ્રશ્નોને લઈ છેલ્લા કેટલાક દિવસથી આરટીઓના કર્મચારી અને અધિકારીઓ એ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે જેમાં આજે ગુરુવારે કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા તેમની માગણીઓને લઈ સૂત્રોચાર તેમજ ઘંટ વગાડી સરકારના કાન ઉઘાડવાના પ્રયાસો કર્યા હતા. તેમ છતાં તેમની માગણીઓ નહીં સંતોષાય તો આગામી 4 માર્ચ 2024 ના રોજ તમામ કર્મચારીઓ માસ સીએલ મુકી ગાંધીનગર ખાતે રજૂઆત કરવા પહોંચશે.