ધાનેરામાં 51 નિરાધાર વૃદ્ધોને તીર્થ યાત્રા કરવામાં આવી
ધાનેરામાં 51 નિરાધાર વૃદ્ધોને તીર્થ યાત્રા કરવામાં આવી
એજયુફન ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે ધાનેરા અને આસપાસના ગામડાઓના જરૂરિયાતમંદ વૃદ્ધ માતા અને વડીલોને દ્વારા દર વર્ષે યાત્રાધામના દર્શન કરાવામાં આવે છે. આ વર્ષે એજ્યુફન ફાઉન્ડેશન અને શ્રી શાંતિનાથ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત માવતર તીર્થયાત્રા 2024 જેમાં ગામડાના કુલ 51 જેટલા નિરાધાર વડીલોને કાર્યકર્તાઓ દ્વારા ખીચડીઘર લાવવામાં આવ્યા અને વૃદ્ધ વડીલોના પગ ધોઈ અને એમનું પૂજન કરીને રાત્રી ભોજન બાદ ધાનેરા પી. આઈ. એ. ટી. પટેલ સાહેબે વડીલોને શુભકામનાઓ પાઠવીને માવતર તીર્થ યાત્રાને હરી ઝંડી આપી પ્રસ્થાન કરવામા આવી. સ્લીપર લક્ઝરી બસમાં ત્રણ દિવસની યાત્રામાં વડીલોને દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, સોમનાથ, વીરપુર જલારામ બાપા, જસદણ, ઘેલા સોમનાથ, અને શ્રી કષ્ભંજનદેવ ના દર્શન કરવામાં આવ્યા. સંસ્થાના વરિષ્ઠ કાર્યકર્તા ચંપકલાલ જાની અને મણિલાલ ડાભી તથા સંજય ભાઈ પ્રજાપતિ એ બધા વૃદ્ધ યાત્રાળુઓની સેવાચાકરી કરી અને કોઈપણ કોમવાદ કે જાતિવાદ વગર દરેક જાતિના વૃદ્ધોને ઊંચ નીચના ભેદભાવ વગર સુખ રૂપ યાત્રા કરાવી સામાજિક સમરસતા નું ઉદાહરણ પૂરું પાડ્યું. કિશોરભાઈ શાહ (જીવદયા) એ યાત્રા ને બિરદાવી અને આપણે સૌએ દરેક વૃદ્ધોની સેવા ચાકરી કરવી જોઈએ એવી વાત કરી.
અહેવાલ : ભીખાલાલ