એરોમા સર્કલ પર બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવારનું મોત નીપજ્યું.
એરોમા સર્કલ પર બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવારનું મોત નીપજ્યું
પાલનપુર એરોમા સર્કલ પર બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવારનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. બાઈક સવારને ટ્રક ચાલકે ટક્કર મારતા બાઈક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો તેથી આજુબાજુના લોકોએ તેને સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો જોકે હોસ્પિટલમાં તેને મૃત જાહેર કર્યો હતો.
પાલનપુર એરોમાન સર્કલ જોડેથી પસાર થઈ રહ્યા હતા તે સમય દરમિયાન ટ્રકના ચાલક પૂર ઝડપે હંકારી મુકેશ સિંહની બાઈકને ટક્કર મારતા બાઈક સવાર ટક્કરના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જેથી સ્થાનિક લોકો ઈજાગ્રસ્ત યુવક ને સારવાર માટે પાલનપુર ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ડોક્ટરે યુવક મુકેશ સિંહ ને મૃત જાહેર કર્યો હતો. બનાવના પગલે પોલીસ ઘટના સ્થળ પર દોડી પહોંચી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.