વડગામ ના પોસ્ટ ગ્રેજ્યુએટ યુવાને તાલુકા ના શિક્ષિત બેરોજગાર યુવક, યુવતીઓ ને કોમ્પ્યુટર શિક્ષણ ની તાલીમ આપી રોજગારી આપવા નું પ્રસંશનીય કાયૅ કર્યું.
વડગામ ના વતની વિકાસ પ્રજાપતી એ અમદાવાદ ખાતે કોમ્પ્યુટર શિક્ષણ ક્ષેત્રે પોસ્ટ ગ્રેજ્યુએટ ની ડિગ્રી પ્રાપ્ત કરી અમદાવાદ,સુરત, મુંબઈ ખાતે જોબ પ્રાપ્ત થયા હોવા છતાં માદરે વતન વડગામ તાલુકાના શિક્ષિત બેરોજગારો ને કોમ્પ્યુટર શિક્ષણ ના વિવિધ કોષૅ માં તાલીમ આપી રોજગારી આપવાના હેતુથી વડગામ ખાતે પોતાની પ્રાઈવેટ ઓફિસ કાયૅરત કરી આજ દિન સુધી સો થી વધુ શિક્ષિત બેરોજગારો યુવાનોને રોજગારી આપી પ્રેરણાદાયી અને પ્રસંશનીય કામગીરી કરી છે. કોમ્પ્યુટર શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી માર્ગદર્શન માટે વિકાસભાઈ એસ.પ્રજાપતી એ વડગામ બસસ્ટેશન નજીક જન સુવિધા કેન્દ્ર કાર્યરત કર્યું છે.