બાદરપુરા ગામના 18 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત
બાદરપુરા (ક) ગામના ગૌતમભાઈ તેજાભાઇ ડાભી ગામમાં સસ્તા અનાજની દુકાન ચલાવે છે. જેમને સંતાનમાં એક 18 વર્ષનો પુત્ર તથા એક 13 વર્ષની પુત્રી હતી. 18 વર્ષીય પુત્ર રોહિત કાણોદરની એસ.કે.એમ. હાઇસ્કુલમાં ધોરણ-12 કોમર્સમા અભ્યાસ કરતો હતો. શુક્રવારની રાત્રે જમીને સુઈ ગયો હતો. ત્યારે શનિવારે સવારે શાળાનો સમય સવારનો હોવાથી રોહિતભાઈના માતા તેને જગાડવા માટે ગયા ત્યારે શરીરનું કોઈપણ પ્રકારનું હલન-ચલન ના થતાં તેઓ ગભરાઇ ગયા હતા.રોહિતને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે તપાસ કરતા રાત્રે એટેક આવ્યો હોવાનું કહ્યું હતું. જેથી પરિવારમાં એકનો એક પુત્ર મુત્યું પામતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.