૫૦ વર્ષ પછી સાબરકાંઠાના ઈડરમાં પ્રથમ વખત કવિ સંમેલન યોજાયું.
૫૦ વર્ષ પછી સાબરકાંઠાના ઈડરમાં પ્રથમ વખત કવિ સંમેલન યોજાયું.
સાબરકાંઠા પરિવાર સંગમ ગ્રુપ દ્વારા ઈડરમાં ૫૦ વર્ષ પછી પ્રથમ કવિ સંમેલન, પુસ્તક વિમોચન અને સ્નેહ મિલન યોજાયું. આ સ્નેહ મિલનમાં એક સહિયારું અને પાંચ સ્વતંત્ર પુસ્તક એમ કુલ છ પુસ્તકોનું વિમોચન થયું. જેમાં ગ્રુપ એડમીન તરલીકા પ્રજાપતિ “તત્ત્વમસિ” નું બીજા લેખ સંગ્રહ શાંતિનાં કથન, ગ્રુપનું સહિયારું પુસ્તક “સાબર સાહિત્ય શ્રૃંગાર,” પ્રખ્યાત ગઝલકાર મુકુલભાઈ દવે “સનમ”નો ગઝલ સંગ્રહ, દીપકભાઈ પરમારનું “સૂકા તોરણ આસોપાલવના” અછાંદસ કાવ્ય સંગ્રહ જ્યારે રાજેશભાઈ રાવતનું એક બાળ કાવ્ય સંગ્રહ અને બીજુ કાવ્ય સંગ્રહ એમ કુલ છ પુસ્તકોનું વિમોચન થયું. ૧૯૭૧માં ગની દહીંવાલા પછીનું સાબરકાંઠામાં વર્ષો પછી પ્રથમ સ્નેહ મિલન યોજાયું. આ સ્નેહ મિલનમાં અતિથિ વિશેષ ડૉ. હર્ષદભાઈ લશ્કરી, પ્રો. મુકુલભાઈ દવે “સનમ” અને ડૉ. નિકુંજભાઈ દવે આસ્થા હોસ્પિટલ ઈડર હાજર રહી કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા. સમગ્ર કાર્યક્રમના આયોજક એવા ગ્રુપના એડમીન તરલીકા પ્રજાપતિ “તત્ત્વમસિ” નું ડૉ. હર્ષદભાઈ લશ્કરીએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન તરલીકા પ્રજાપતિ “તત્ત્વમસિ”એ કર્યું હતું. તેમાં સહ સંચાલક તરીકે રાજેશભાઈ જોષીએ સરસ રીતે સાથ આપ્યો હતો. વર્ષો પછી એક મંચ પર ઉપસ્થિત રહી ઉત્સાહપૂર્વક ૨૫ જેટલા કવિઓએ ખૂબ જ સુંદર ભાવ સાથે પોતાની કૃતિઓ રજૂ કરી હતી. લગભગ ૬૦ સભ્યોએ હાજર રહી કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. સાબરકાંઠા પરિવાર સંગમ ગ્રુપના એડમીન તરલીકા પ્રજાપતિ “તત્ત્વમસિ”ના ગદ્ય, પદ્યના વર્કશોપના વિચારને ધ્યાનમાં લઇ ડૉ. હર્ષદભાઈ લશ્કરીએ ગદ્ય, પદ્યના વર્કશોપ વિશેની માહિતી અને માર્ગદર્શન આપી આગામી કાર્યક્રમ અંગે સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી. સાબરકાંઠા પરિવાર સંગમ ગ્રુપના કવિ શ્રી કેતનભાઈ પટેલ જેમને ખૂબ જ ચીવટપૂર્વક આખા પ્રોગ્રામના ફોટો લઈ શરૂથી અંત સુધીનો ખૂબ જ સરસ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો. જેમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. સાબરકાંઠા પરિવાર સંગમ ગ્રુપના લેખકો અને કવિ શ્રીઓ હિરેનભાઈ મહેતા, રાગીનીબેન શુક્લએ કાર્યક્રમ દરમિયાન ખૂબ જ સાથ સહકાર પૂરો પાડ્યો હતો. આમંત્રિત મહેમાનોમાં કલરવ સાહિત્ય ગ્રુપના એડમીન પ્રણવભાઈ ઝાંખરે આખા કાર્યક્રમ દરમિયાન સરાહનીય સેવા આપેલ છે. જેમનો હું સાબરકાંઠા પરિવાર સંગમ ગ્રુપ વતી આભાર વ્યક્ત કરું છું. સાબરકાંઠા પરિવાર સંગમ ગ્રુપનું પ્રથમ સ્નેહ મિલન ગ્રુપના સર્વ સભ્યોના સાથ સહકારથી ખૂબ જ સફરતાપૂર્વક સંપન્ન થયું.