પાલનપુર નાં રતનપુર ગામે ધર્મ નાં માંડવે ભક્તો ની ભીડ…
પાલનપુર નાં રતનપુર ગામે ધર્મ નાં માંડવે ભક્તો ની ભીડ…
ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં ઉમટ્યું માનવ મહેરામણ…ભક્તો ની ભીડ જોઈ થયો છું અભિભૂત…કથા માં બેસવા માટે મંડપ પણ ખૂટી પડ્યો …આટલી મોટી સંખ્યા માં લોકો એ મારા આંગણે આવી ને આશીર્વાદ આપ્યા હું તેમનો ઋણી રહીશ..વસંત ભટોળ
માતા પિતા નાં જીવન પર્વ ની ઉજવણી નાં પ્રસંગે પાંચમા દિવસ સુધી 65 હજાર થી વધુ લોકો એ લીધો ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો લાભ..
ધર્મ નાં માંડવેઆવેલો એક પણ ભક્ત ભૂખ્યો નાં જાય તે માટે એક સાથે 10 હજાર થી વધુ ભક્તો એક સાથે જમી શકે તેવી કરાઈ છે વ્યવસ્થા…વસંત ભટોળ
600 સ્વયમ સેવકો ભક્તો ને ભોજન પ્રસાદ આપવા માટે ખડે પગે..ચા પાણી સહિત મેડિકલ સુવિધા ની પણ કરાઈ વ્યવસ્થા….
પાલનપુર નાં રતનપુર ગામ ના ભટોળ પરિવાર નાં બે પુત્રો એ પોતાનાં માતા પિતા નાં જીવન પર્વ ની ઉજવણી કરી સમાજ ને પ્રેરણા રૂપ સંદેશ આપ્યો છે.કહેવાય છે કે ભગવાન ને ભજવા થી માં નથી મળતી પરંતુ માં ને ભજવાથી ભગવાન જરૂર મળે છે. .આજના મોર્ડન યુગમાં દીકરા દીકરીઓ પોતાના સંસ્કાર ભૂલી માં બાપ ની સેવા નો અમૂલ્ય અવસર ખોઈ રહ્યા છે. જેના કારણે હિન્દુ સમાજ માં વૃદ્ધાશ્રમ વધી રહ્યા છે..ત્યારે પાલનપુર નાં રતનપુર ગામે પરથીભાઇ ભટોળ નાં બે પુત્રો એ માતા પિતા નું ઋણ ચૂકવવા અને યુવાનો માં માતા પિતા ની સેવા નો ભાવ જગાડવા માટે પ્રેરણા મળે તે માટે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજી જીવન પર્વ ની ઉજવણી કરી રહ્યા છે. જેમાં સાત દિવસીય ભાગવત સપ્તાહ ના પાંચમા દિવસ સુધી 65 હજાર જેટલા લોકો આ ધાર્મિક પર્વ માં જોડાયા હતા.
ભૂલો ભલે બીજું બધું માબાપને ભૂલશો નહી આ પંક્તિ છે..પરંતુ આ પંક્તિ ને આજના દીકરા દીકરીઓ જાણે સમજતા નાં હોય તેમ લાગી રહ્યું છે..વૈભવી બંગલા અને લાખો ની ગાડીઓ લઇ ફરતા અમુક એવા લોકો જેમને ખબર નથી કે આ ધરતી નાં સાચા ભગવાન આપણા ઘર માં રહેલા આપણા માં બાપ છે…પરંતુ જેમ જેમ સમય બદલાયો તેમ તેમ જાણે સંસ્કારો બદલાયા હોય સંસ્કૃતિ ભુલાતી ગઈ હોય તેવું હાલના સમયે જોવા મળતું હોય છે મહત્વની વાત તો એ છે કે માતા-પિતા ઋણ એક અવતાર માં નથી ચૂકવી શકાતું .પરંતુ સંસ્કૃતિ અને સંસ્કારો નાં અભાવે ઘણા ઘરો માં માતા પિતા દુઃખી જોવા મળી રહ્યા છે..ઘડપણ માં જે સહારો હોય જેમના માટે આખી જિંદગી મહેનત મજૂરી કરી તેમની ઈચ્છાઓ પૂરી કરી હોય તેવા માં બાપ ને વૃદ્ધાશ્રમ માં મૂકી આવે છે…ત્યારે આજના યુવાનો માટે પ્રેરણા રૂપ માતા પિતા નું ઋણ ચૂકવવા અને તેમનું સન્માન કરવા માટે પાલનપુર નાં રતનપુર ગામે પરથીભાઇ ભટોળ નાં બે પુત્રો વસંતભાઇ અને જયેશભાઈ એ નક્કી કર્યું .પરંતુ આ સંદેશો અને પ્રેરણા અન્ય યુવાનો ને મળે અને દરેક ઘર માં માતા પિતા નું સન્માન થાય માતા પિતા ની સેવા ને સાચો ધર્મ તરીકે યુવાનો તેમજ આજની દીકરીઓ સમજે તેને લઇ આ બે પુત્રો દ્વારા તેમના માતા પિતા નાં જીવન પર્વ ની ઉજવણી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દ્વારા યોજવામાં આવી છે..જેમાં હજારો યુવાનો વડીલો બહેનો મોટી સંખ્યા માં હાજર રહી આ કાર્ય ને બિરદાવી પ્રેરણા લઈ રહ્યા છે..આ પ્રસંગે દૂર દૂર થી આવેલા લોકો નું કહેવું છે માતા પિતા ની સેવા કરવી એ સૌથી મોટો ધર્મ છે.અને પરથીભાઇ ભટોળ નાં પુત્રો એ પોતાના માતા પિતા નું ઋણ ચૂકવવા માટે નું જે કાર્ય કર્યું છે.તે આજના સમયે લોકો ની જાગૃતિ માટે ખૂબ જરૂરી છે.અને આ કામ થી અનેક લોકો ને પ્રેરણા મલી રહી છે જે સર્વ સમાજના લોકો માટે ખૂબ જરૂરી છે..અને આ કામ થી અનેક લોકો ને પ્રેરણા મલી રહી છે જે સર્વ સમાજના લોકો માટે ખૂબ જરૂરી છે..આ પ્રસંગ માં કથાકાર રણછોડ ભાઈ આચાર્ય કથા શ્રવણ કરાવી રહ્યા છે ..જ્યાં 5 દિવસ માં અનેક સાધુ સંતો સહિત ગુજરાત માં થી અનેક ભક્તો તેમજ. હરિભાઇ ભાઈ શેઠ ચરાડા સાંસદ પરબત ભાઈ પટેલ રાજસ્થાન સાંસદ દેવજી પટેલ લેખક દેવેન્દ્ર પટેલ પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરી પૂર્વ મંત્રી હરજીવન પટેલ પૂર્વ ધારાસભ્ય શિવા ભાઈ ભુરીયા કેશાજી ચૌહાણ દિનેશ ભાઈ અનાવાડીયા સહિત રાજકીય સામાજિક આગેવાનો પણ હાજર રહી કથા શ્રવણ માં ભાગ લીધો હતો.
અહેવાલ : ભીખાલાલ પ્રજાપતિ