વડગામ ના લિંબોઈ કોલેજ ખાતે યુનિવર્સિટી ની પરીક્ષા નો શુભારંભ.
વડગામ ના લિંબોઈ કોલેજ ખાતે યુનિવર્સિટી ની પરીક્ષા નો શુભારંભ.
રાજપૂત કેળવણી સહાયક મંડળ સંચાલિત સરસ્વતી આર્ટસ કોમર્સ એન્ડ સાયન્સ કૉલેજ, લીંબોઈ ખાતે દિનાંક 27/12/2023 થી યુનિવર્સીટી પરીક્ષા શરૂ થયેલ જેમાં કૉલેજને સૌ પ્રથમ વખત પરીક્ષા સેન્ટર મળેલ. પરીક્ષા ના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને ગોળ ધાણા ખવડાવી આજના દિવસને કૉલેજ પરીવારે વધાવ્યો. વર્ષ 2019 થી કૉલેજની શરુઆત થયેલ જેમાં આ વર્ષે 2023 માં પરીક્ષા સેન્ટર મળેલ, જે બદલ કેમ્પસ ડાયરેકટર ડૉ.એલ.એસ.મેવાડા તથા સંસ્થાએ પાટણ યુનિવર્સીટીને આવકારી આભાર દર્શન કર્યા હતાં.